Last Updated on February 24, 2021 by
અમદાવાદ શહેરના સૌજપુર બોઘા વોર્ડમાં કોંગ્રેસે તેની ૩૦ વર્ષ જુની પરંપરાગત બેઠક આ વખતે ગુમાવવી પડી છે. અત્યાર સુધી મતદારો ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોને સરખી બેઠકો આપી જીતાડતા આવ્યા હતા. વર્ષ ૨૦૦૦ની મ્યુનિ.ચૂંટણીમાં તો મતદારોએ ચારેય બેઠકો કોંગ્રેસને આપી આખી પેનલ જીતાડી હતી. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે. આ બેઠક પર ભાજપની પેનલ વિજેતા બની છે.
ભાજપની પેનલ વિજેતા બની
સૌજપુર બોઘા વોર્ડમાં કોંગ્રેસના ચારેય ઉમેદવારોના હારના કારણોમાં ડોકિયું કરીએ તો કોંગ્રેસ પક્ષે આ વખતે નબળા ઉમેદવારો ઉભા રાખ્યા હતા. માલધારી આગેવાન નાગજીભાઇ દેસાઇની ટિકિટ છેલ્લી ઘડીએ કપાઇ જતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે નારાજગી પ્રસરી જતા તેઓ નિષ્કિય બની ગયા હતા.
કોંગ્રેસે ટિકિટ આપી દેતા ભારે આક્રોશ જોવા મળ્યો
છેલ્લા ૬ માસથી ચર્ચા હતી કે ભાજપમાંથી પૂર્વ કોર્પોરેટર મહાદેવ દેસાઇ ચૂંટણી લડશે. તેમની સામે કોંગ્રેસમાંથી માલઘારી આગેવાન અને મ્યુનિ.સ્કૂલ બોર્ડના સભ્ય નાગજીભાઇ દેસાઇને ઉભા રાખવાની લોકોની-કાર્યકરોની માંગણી હતી. છેલ્લી ઘડીએ નાગજીભાઇની ટિકિટ કાપીને વિક્રમ ઠાકોરને કોંગ્રેસે ટિકિટ આપી દેતા ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
કોંગ્રેસમાં જ ન હોય અને સક્રિય રાજકારણમાં પણ ન હોય તેવા ચહેરાને કોંગ્રેસે ટિકિટ આપીને ઉમેદવાર બનાવી દેતા હાર નક્કી જ ગણાતી હતી. ગુજરાતમાં ગૌહત્યા-ગૌચોરીના મુદ્દે આંદોલન છેડનાર અને રાજ્યમાં ગૌહત્યા પ્રતિબંધનો કાયદો લાવવા માટે રાજ્ય સરકારને મજબૂર કરનાર નાગજીભાઇ અગાઉ આશારામ આશ્રમના આંદોલન વખતે આશારામની ફરિયાદના આધારે પાસામાં ભરૂચની સેન્ટ્રલ જેલમાં ૧૭ દિવસ રહી ચૂક્યા છે.
આશારામની ફરિયાદના આધારે પાસામાં ભરૂચની સેન્ટ્રલ જેલમાં ૧૭ દિવસ રહી ચૂક્યા
તેવા કોંગ્રેસના આગેવાનની અવગણના આ વોર્ડમાં કોંગ્રેસને ભારે પડી છે. કોંગ્રેસમાં નવી કેડર ઉભી થવા ન દેવી અને તેઓની અવગણના કરવાની નીતિ રાખીને જુના નેતાઓ તેમની રાજકીય કારકિર્દી સાચવી રાખવા માંગતા હોવાના કારણે આ વોર્ડ કોંગ્રેસે ગુમાવવો પડયો છે.આ વોર્ડમાં છેલ્લા ૧૦ વર્ષથી કોંગ્રેસના કોર્પોરેટર રહેલા છાયાબેને સોનવાણીને પણ હારનો સામનો કરવો પડયો છે. ગોવિંદ પરમાર પણ હારી ગયા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31