GSTV
Gujarat Government Advertisement

જીએસટી કાઉન્સિલ સમક્ષ પેટ્રોલિયમ મંત્રીએ કરી માંગ, પેટ્રો પેદાશોને પણ GST હેઠળ આવરી લેવાય

Last Updated on February 24, 2021 by

પેટ્રોલિયમ, નેચરલ ગેસ અને સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) કાઉન્સિલને વિનંતી કરી હતી કે તે શક્ય તેટલા વહેલા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GSTના નેજા હેઠળ લાવે. હાલમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર કેન્દ્રીય આબકારી જકાત અને રાજ્યો દ્વારા વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) લાગે છે.

GST

GST હેઠળ પેટ્રો પેદાશોને આવરી લેવા માંગ

પ્રધાને જણાવ્યું હતું કે પહેલા દિવસથી હું GST કાઉન્સિલને વિનંતી કરી રહ્યો છું કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GSTના નેજા હેઠળ લાવવામાં આવે. અમે કાઉન્સિલને આ અંગે સતત વિનંતી કરી રહ્યા છે અને આજે હું ફરીથી GST કાઉન્સિલને અમારી માંગ પર વિચાર કરવા વિનંતી કરૂં છું.

ધર્મેન્દ્ર પ્રધાનની અપીલ

પ્રધાને અપીલ ત્યારે કરી છે જ્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વિક્રમજનક સ્તરે પહોંચી ગયા છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 90.83 અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર 81.32 રૂપિયા થયો છે.

ઓઇલ અને ગેસ સેક્ટરની વૃદ્ધિમાં પણ મદદ મળશે

પ્રધાને જણાવ્યું હતું કે જો જીએસટી કાઉન્સિલ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીના નેજા હેઠળ લાવવાનું વિચારે તો તેનાથી સામાન્ય માણસને ઘણી રાહત થશે. તેના પગલે ઓઇલ અને ગેસ સેક્ટરની વૃદ્ધિમાં પણ મદદ મળશે. તેમણે જણાવ્યું હતું કે અમે જીએસટી કાઉન્સિલને સતત વિનંતી કરી રહ્યા છીએ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીના નેજા હેઠળ લાવવામાં આવે જેથી લોકોને ફાયદો થાય, હવે આ અંગે નિર્ણય તેણે કરવાનો છે.

માર્ચમાં યોજાશે કાઉન્સિલની આગામી બેઠક

જીએસટી કાઉન્સિલ જીએસટી હેઠળ આવતા કોઈપણ કાયદા કે નિયમને સુધારો કરતી કે તેમાં ફેરફાર કરતી એકમાત્ર સમિતિ છે. તેના વડા તરીકે નાણાપ્રધાન નિર્મલા સીતારામન છે. તેમને બારતના બધા રાજ્યોના નાણાપ્રધાન મદદ કરે છે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક માર્ચમાં યોજાશે.

નાણામંત્રી કરી ચુક્યા છે નિવેદન

આ મહિને અગાઉ સીતારામને કોલકાતામાં જણાવ્યું હતું કે એક વખત બધા રાજ્યો અને જીએસટી કાઉન્સિલ પેટ્રોલિયમ પ્રોડ્કટ્સને જીએસટીના નેજા હેઠળ લાવવામાં સંમત થાય તો પછી તેના પર પણ જીએસટી લાગશે. રાજ્યોને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર વેટના સ્વરૂપમાં નોંધપાત્ર આવક થતી હોવાથી તેઓ આ આવક જતી કરવા તૈયાર નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33