Last Updated on February 24, 2021 by
અમદાવાદમાં આજે ફરી કોરોનાના નવાં ૬૯ કેસ અને એક મૃત્યુ નોંધાયા છે. અમદાવાદમાં નોંધાઇ રહેલા કોરોનાના કેસોમાં ફરી સતત વધારો નોંધાતા ચિંતાભર્યુ વાતાવરણ સર્જાયું છે અને ચૂંટણીના ઉન્માદમાં એકઠાં થયેલા ટોળાઓને જોતાં ફરી પરિસ્થિતિ વકરવાની આશંકા સેવાઇ રહી છે.
ગઇકાલે અમદાવાદમાં કોરોનાના ૭૦ કેસ નોંધાયા હતા અ ને આજે ફરી ૬૯ કેસ નોંધાયા છે. છેલ્લાં એક મહિનાથી અમદાવાદમાં નોંધાતા કોરોનાના કેસો સતત ઘટી રહ્યા હતા, પરંતુ છેલ્લાં એક અઠવાડિયાથી આ કેસમાં ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત છેલ્લાં બે મહિનાથી નવાં કેસો સામે ડિસ્ચાર્જ પામતા કેસોની સંખ્યા ખૂબ વધુ હતી. જો કે હવે નવાં કેસોની સામે થઇ રહેલા ડિસ્ચાર્જની સંખ્યા પણ ઘટી રહી છે. આજે શહેરમાં નોંધાયેલા ૬૯ કસ સામે ૬૦ લોકોને જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
વધુ પાંચ વિસ્તાર માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં
ગઇકાલે અમદાવાદમાં ત્રણ વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા હતા, આજે નવા પાંચ વિસ્તારને માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. જેની યાદી નીચે મુજબ છે. (૧) ખોખરાના ઇલાજ એપાર્ટમેન્ટનો એ બ્લોક (૨)બોપલની ગાર્ડ રેસિડેન્સી-૩ના સી બ્લોકનો પાંચમો માળ (૩) ભાઇપુરાના પ્રગતિપાર્ક વિભાગ-૨ના ઘર નંબર ૨૪થી ૪૨ (૪) જજીસ બંગલોના શ્રી ક્રિષ્ના એપાર્ટમેન્ટના ડી બ્લોકનો પાંચમો, છઠ્ઠો અને સાતમો માળ (૫) બોડકદેવની પરમધામ સોસાયટીના આઠ ઘર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31