Last Updated on February 24, 2021 by
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એક પણ ઉમેદવારો પસંદ ના હોય તે માટે ચૂંટણીપંચ દ્વારા અપાયેલા વિકલ્પ નોટાનો વડોદરાના ૧૩૩૯૦ મતદારોએ ઉપયોગ કર્યો હતો. કેટલાંક વોર્ડમાં તો કેટલાંક ઉમેદવારો કરતા પણ નોટાને વધુ મતો મળ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૯ વોર્ડ માટે ૭૬ બેઠકો પર તા.૨૧ના રોજ યોજાયેલી ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરવામાં આવી હતી. આ મતગણતરીમાં મતદારોએ ભાજપ, કોંગ્રેસ, આપ, સહિત અન્ય પક્ષો તેમજ અપક્ષોને મતો આપ્યા હતાં. પરંતુ કોઇપણ પક્ષ અથવા અપક્ષ ઉમેદવારો પૈકી કોઇ પસંદન ના હોય અને મત આપ્યો હોય તેની નોંધ માટે મોટી સંખ્યામાં મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે વડોદરાના કુલ ૧૯ વોર્ડ પૈકી સૌથી વધુ વોર્ડ નંબર-૧૫માં ૧૦૭૯ નોટાના મત પડયા હતા જ્યારે સૌથી ઓછા ૪૪૬ નોટાના મત વોર્ડ નંબર-૧માં પડયા હતાં. નવ વોર્ડમાં કુલ ૨૦ ઉમેદવારોને આ વોર્ડના નોટાના મતો કરતા પણ ઓછા મતો મળ્યા હતાં. જેમાં વોર્ડ નંબર-૧માં નોટા કરતા ૧, ૪માં ૬, ૫માં ૧, ૯માં ૩, ૧૦માં ૧, ૧૧માં૧, ૧૨માં ૫, ૧૭માં ૧ અને ૧૯માં ૧ ઉમેદવારને નોટા કરતા પણ ઓછા મત મળ્યા હતાં.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31