Last Updated on February 24, 2021 by
પૂર્વ અમદાવાદએ કોંગ્રેસનો ગઢ હોવા છતાંય આ વખતની મ્યુનિ.ચૂંટણીમાં તેનો સમુળગો સફાયો બોલાઇ ગયો છે. જેના કારણે કોંગ્રેસની નેતાગીરીને ભારે આંચકો લાગ્યો છે. ગરીબ, મધ્યમવર્ગ , પછાત અને લઘુમતી વિસ્તારોમાં સારી એવી પકડ ધરાવતા કોંગ્રેસ પક્ષને પ્રથમ વખત આટલો મોટો ફટકો કઇ રીતે પડયો તે બાબતે કોંગ્રેસના નેતાઓને વિચારતા કરી દીધા છે.
પૂર્વના પટ્ટામાં કોંગ્રેસના હારના ઘણા કારણો છે. તેમાંથી મોટા કારણોની વાત કરીએ તો કોંગ્રેસે મ્યુનિ.માં વિરોધ પક્ષની ભુમિકા જોઇએ તેટલી ભજવી નથી. પ્રજાની હેરાનગતી હોય, વિકાસના મૃદ્દા હોય, ભષ્ટ્રાચાર, મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસે જોઇએ તેટલી લડત આપી નથી. નોંધપાત્ર ગણાયા તેવા એકપણ આંદોલન પૂર્વના પટ્ટામાં કર્યા નથી કે જેના કારણે પ્રજાને રાહત મળી હોય.
ફક્ત ચૂંટણી ટાણે પ્રજા વચ્ચે જઇને મત માંગવા સિવાય કોઇ કામ કર્યું ન હોવાની છાપ પ્રજાજનોમાં ઉભી થઇ છે. મતદારો કોંગ્રસમાં તારણહાર જોતા નથી. વર્ષોથી કોંગ્રેસમાં કાર્યકર હોય તેને કોરાણે મુકી બિનકોંગ્રેસી ચહેરાને ટિકિટિ આપી દેવાની કોંગ્રેસની નીતિ પણ એટલી જ જવાબદાર છે. સિનિયર, મહેનતું અને સંનિષ્ઠ કાર્યકરોની અવગણના કોંગ્રેસને ભારે પડી છે.
ગત ટર્મમાં આ વોર્ડમાંથી ચૂંટાઇને મ્યુનિ.કોર્પોરેશનમાં વિરોધ પક્ષના મહત્વના હોદ્દા પર બેસનાર દિનશ શર્મા અગાઉથી હાર ભાળી ગયા હોવાથી તેઓ ચાંદખેડાથી કોંગ્રેસની ટિકિટ પર લડયા હતા. જોકે ચાંદખેડામાં પણ તેમની હાર થઇ હતી. તેઓ મેઘાણીનગરમાં રહેતા હતા અને છેક ચાંદખેડા ચૂંટણી લડવા ગયા તેથી આયાતી ઉમેદવારનો સિક્કો વાગી જતા તેમની પણ હાર થઇ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31