Last Updated on February 24, 2021 by
બાપુનગર વોર્ડમાં ભાજપની આખી પેનલ જીતી ગઇ છે. ગત ટર્મમાં ૧ ભાજપ અને ૩ કોંગ્રેસને બેઠક મળી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને એકપણ બેઠક મળી શકી નથી. કોંગ્રેસની પરંપરાગત બેઠકમાં પણ ગાબડા પડયા છે. બાપુનગર વોર્ડમાં વર્ષ ૨૦૦૦ની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલ જીતી હતી. ત્યાર બાદ વર્ષ, ૨૦૦૫ અને વર્ષ ૨૦૧૦ની ચૂંટણીમાં ભાજપની પેનલ જીત હતી , જોકે વર્ષ ૨૦૧૫માં ભાજપને ફટકો પડયો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસના વળતા પાણી થઇ ગયા હતા. આ વખતે કોંગ્રેસને ૩ સીટનું નુકશાન આ વોર્ડમાં વેઠવું પડયું છે. કોઇ મજબૂત ઉમેદવાર ઉભો ન રખાતા હાર થઇ હોવાનું જણાઇ રહ્યું છે.
કોઇ મજબૂત ઉમેદવાર ઉભો ન રખાતા હાર થઇ હોવાનું જણાઇ રહ્યું છે
બાપુનગરના કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલના ગઢમાં વધુ એક મોટું ગાબડું પડયું છે. ટિકિટ વહેંચણીમાં અને રાજકારણના કાવાદાવામાં પાવરધા ગણાતા આ ધારાસભ્યની એકપણ રણનીતિ આ વખતે ચાલી નથી.
દલીત નેતા મધુકાંતાબેન લેઉવાની ટિકિટ કાપીને તેમના સ્થાને ભાજપ સમર્થક જશુમતીબેન પરમારને ટિકિટ આપી દેવાતા દલીત સમાજ નારાજ થયો હતો. જેનો વિરોધ આંનેદ ફ્લેટ પાસે યોજાયેલી કોંગ્રેસની ચૂંટણી પ્રચાર વેળાની એક જાહેર સભામાં પણ જોવા મળ્યો હતો. આ સભામાંથી કોંગ્રેસના ધારાસભ્ય અને ઉમેદવારોએ રીતસરનું ભાગવું પડયું હતું.
કોંગ્રેસના ધારાસભ્ય અને ઉમેદવારોએ રીતસરનું ભાગવું પડયું
ભાજપના પૂર્વ કોર્પોરેટર મુકેશ પરમારને આ વખતે ભાજપે ટિકિટ આપી નહોતી આથી નારાજ થઇને તેઓએ તેમના પરિવારના કોઇ સભ્યને કોંગ્રેસમાંથી ટિકિટ અપાવવા પ્રયાસો કર્યા હતા. જેમાં ધારાસભ્યએ તેમના પરિવારના જશુમતીબેન પરમારને ટિકિટ આપી દીધી હતી. વિધાનસભાની ચૂંટણીમાં મદદ કરવાની ખાત્રી મુકેશ પરમારે આપી હતી.
પૂર્વ અમદાવાદમાં કોઇ મજબૂત નેતા ઉભો થાય નહીં અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેમને કોઇ ટક્કર આપે તેવો ઉમેદવાર ન રહે તે માટે જાણી જોઇને ટિકિટ નબળા ઉમેદવારોને અપાઇ હોવાની ચર્ચા કોંગ્રેસના કાર્યકરોમાં જ ચાલી રહી છે. બાપુનગર વોર્ડમાં કોંગ્રેસ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મુસ્લીમ સમાજના આગેવાનોને ન બોલાવાતા મુસ્લીમ સમાજ ભારે નારાજ હતો. આથી મુસ્લીમોએ કોંગ્રેસને જાકારો આપ્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31