Last Updated on February 24, 2021 by
ગુજરાતની છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસનો થઈ ગયેલો સફાયો દર્શાવે છે કે ગુજરાતના મતદારો કોંગ્રેસને હવે વિરોધ પક્ષમાં રહેવાને પાત્ર પણ ગણતા નથી. સુરત, અમદાવાદ અને રાજકોટના ચૂંટણી પરિણામો આ જ નિર્દેશ આપી રહ્યા હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપના છ મહાનગરપાલિકાના ભવ્ય વિજયની ઉજવણી કરવા અમદાવાદમાં યોજાયેલી જાહેર સભામાં બોલતા જણાવ્યું હતું.
છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપને અપાવેલા ભવ્ય વિજય માટે જનતાનો હૃદયથી આભાર માનતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં અમને પણ દયા આવી જાય તેટલી બેરહેમીથી જનતાએ કોંગ્રેસના ઉમેદવારોને માર્યા છે. તેમણે ડિપોઝિટ પણ ગુમાવવી પડી છે.
ખેડૂત આંદોલનને નામે, ભ્રષ્ટાચારને નામે, મોંઘવારીને નામે કોંગ્રેસે માત્ર ને માત્ર ભ્રમ ફેલાવી ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાની જ કામગીરી કોંગ્રેસે કરી છે. કોંગ્રેસને જાકારો આપીને જનતાએ ભાજપની નીતિ અને નિયત પર ભરોસો મૂક્યો છે. આ સાથે જ દરેક કોર્પોરેટરને ભાજપમાં જનતાએ મૂકેલો વિશ્વાસ એળે ન જાય તે માટે પાંચ વર્ષ સુધી સતત સંઘર્ષ કરવા આવાહન કર્યું હતું.
આ સાથે જ ગુજરાતની જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસની નીતિ સાથે આગળ વધવાનો નિર્ધાર કરી લીધો છે. કારણ કે નરેન્દ્ર મોદીની સરકારે ગરીબોને પાંચ લાખ સુધીની મફત સારવાર કરવાની સુવિધા ઉપરાંત આવાસ, ગરીબ મહિલાઓને રાંધણગેસના સિલિન્ડર પહોંચાડી તેમની ખરીદ મદદ કરી છે.
તેમના આ પ્રયાસોને પરિણામે અને ભાજપના ગુજરાતના શાસકોએ કોરોના કાળમાં જનતાને પડખે રહીને કરેલી કામગીરીને કારણે ગુજરાતમાં એન્ટિ ઇન્કમ્બન્સી જેવો શબ્દ જ રહ્યો ન હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આજે ભાજપને સાથ આપનારા મતદારોએ આપેલો ચૂકાદો ટ્રેલર છે, 2022માં અત્યારથી પણ વધુ સારૂં પિક્ચર જોવા મળશે.
સી.આર. પાટિલે કહ્યું હતું કે ભાજપ સત્તા મેળવવા માટે લડે છે. પરંતુ સત્તા મળ્યા પછી છેવાડાના માનવીને મદદ કરી શકાય તે માટે સંઘર્ષ કરે છે. તેથી જ ભાજપને એન્ટિ ઇન્કમ્બન્સી નડતી જ નથી. રાજકોટ મહાનગરપાલિકામાં 45 વર્ષથી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 33 વર્ષથી ભાજપને મળી રહેલો વિજય તેનો બોલતો પુરાવો છે.
આ સંજોગોમાં ચૂંટણી માટે જે વિસ્તારમાં કોર્પોરેટર્સ ગયા હોય ત્યાં જઈને દરેક મતદારનો આભાર માનવા જણાવ્યું હતું. તેમ જ જે વિસ્તારમાં જઈ ન શક્યા હોય તે વિસ્તારના લોકોની માફી માગી લેવા પણ તેમણે કોર્પોરેટર્સને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોન્ગ્રેસની નબળાઈને કારણે જીતવાની ટેવ ભાજપના ઉમેદવારોએ પાડવાની જરૂર નથી. તેને બદલે લોકોના કામ કરી, લોકોના દિલમાં સ્થાન મેળવીને વિજય મેળવવાની આદત ભાજપના ઉમેદવારોએ કેળવવી પડશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31