Last Updated on February 24, 2021 by
રાજકોટમાં ઈ.સ.૧૯૯૫ પછી ભાજપને જંગી બહુમતિથી, ૭૨માંથી ૬૮ બેઠક અને ૧૮માંથી ૧૭ વોર્ડમાં સત્તા મળતા ઉત્સાહનું ઘોડાપૂર આવ્યું છે જે અન્વયે શહેર ભાજપ દ્વારા આજે યોજાનારા લોક અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે.પોતાના મતક્ષેત્રમાં ભાજપને તમામ વોર્ડમાં નોંધપાત્ર સરસાઈથી બેઠકો સાથે હોમટાઉનમાં મળેલી જીતથી ઉત્સાહિત વિજય રૂપાણી તાજેતરમાં જ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ નેગેટીવ આવતા કોરોનામુક્ત થયા છે. રાજકોટમાં બહુમાળી ભવન પાસે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે ભાજપના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓના આ સંમેલનમાં તેઓ હાજર રહેશે અને સંબોધન કરશે.
તો ભાજપની ભવ્ય જીત માટે મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજકોટમાં આંતરરાષ્ટ્રીય સ્તરના એઈમ્સ,એરપોર્ટ સહિતના વિકાસકામો, મહાપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાના કામો, અને ભાજપનું મજબૂત સંગઠન બળને ભાજપના અગ્રણી નિતીન ભારદ્વાજે યશભાગી ગણાવેલ છે અને ભાજપના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. તો પૂર્વ મેયર ઉદય કાનગડે ભાજપના કામો અને સંગઠનની જીત ગણાવીને ઉમેર્યું કે કોંગ્રેસે મશીન પર દોષારોપણ કરવાનું છોડીને આત્મમંથન કરવાની જરૂર છે.ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ઈ.સ.૧૯૮૦થી ઈ.સ.૨૦૦૦ સુધી અને ત્યારબાદ ઈ.સ.૨૦૦૫થી સતત ચોથી ટર્મ ભાજપનું શાસન આવ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપને મળેલી જીત માટે મતદારો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો
ગુજરાતમાં ભાજપની જીત પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી તમામ મતદારો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો.મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વીટ કરી જણાવ્યું કે, સમગ્ર 6 મહાનગરોના મતદારોનો આભાર માનું છું.આ ચૂંટણીમાં સખત પરિશ્રમ કરનારા ભાજપાના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે ભાજપામાં મૂકેલા વિશ્વાસને ભાજપા એળે જવા દેશે નહીં. આવનારા દિવસોમાં 6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ કચાશ રાખશે નહીં
અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે, વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરના વિકાસની જવાબદારી સોંપીને ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી-ઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગુ જ ના પડતો હોય એવો અભ્યાસ કરવા માટેનો વિષય ગુજરાતની જનતાએ વિજય અપાવીને બનાવ્યો છે.તેમણે વધુમાં જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યું છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31