Last Updated on February 24, 2021 by
દેશનાં 5 રાજ્યો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, પુડુંચેરી અને કેરળમાં યોજાનારી વિધાન સભા ચૂંટણીની તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં છે, ચૂંટણી પંચે 24 ફેબ્રુઆરી એટલે કે બુધવારે સવારે 11 વાગ્યે મિટિંગ બોલાવી છે. તેમાં 5 રાજ્યોમાં યોજાનારી વિધાન સભા ચૂંટણીઓનાં કાર્યક્રમને અંતિમ રૂપ આપવામાં આવશે. ત્યાર બાદ ચૂંટણીપંચ તાત્કાલિક ચૂંટણીની તારીખોની ઘોષણા કરશે.
દેશનાં 5 રાજ્યોમાં યોજાનારી વિધાન સભા ચૂંટણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં
દેશનાં 5 રાજ્યો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, પુડુંચેરી અને કેરળમાં યોજાનારી વિધાન સભા ચૂંટણીની તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં છે, ચૂંટણીપંચે 24 ફેબ્રુઆરી એટલે કે બુધવારે સવારે 11 વાગ્યે મિટિંગ બોલાવી છે. તેમાં 5 રાજ્યોમાં યોજાનારી વિધાન સભા ચૂંટણીઓનાં કાર્યક્રમને અંતિમ રૂપ આપવામાં આવશે. ત્યાર બાદ ચૂંટણીપંચ તાત્કાલિક ચુંટણીની તારીખોની ઘોષણા કરશે.
પશ્ચિમ બંગાળમાં 125 કંપની સેન્ટ્રલ ફોર્સીસની મોકલાવાનો નિર્ણય
બે દિવસ પહેલા ચૂંટણીપંચ સાથે થયેલી બેઠક બાદ કેન્દ્ર સરકારે પાંચ રાજ્યોમાં કેન્દ્રીય અર્ધ લશ્કરી દળોની અઢીસો કંપનીઓની તૈનાતી શરૂ કરી દીધી છે, જેમાં પશ્ચિમ બંગાળમાં 125 કંપની સેન્ટ્રલ ફોર્સીસની મોકલાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તે ઉપરાંત તમિલનાડુમાં 45, આસામમાં 40, પોંડિચેરીમાં 10 અને કેરળમાં 30 કંપનીઓની તૈનાતી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પાંચ રાજ્યોમાંથી એક પણ હિંદી ભાષી રાજ્ય નથી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31