Last Updated on February 24, 2021 by
એમેઝોન ઇન્ડિયાની Fab Phones Fest 2021 સેલનો આજે બીજો દિવસ છે. સેલમાં મોટા બ્રેન્ડના સ્માર્ટફોન્સ અને એક્સેસરીઝ પર 40% સુધી છૂટ મળી રહી છે. સેલનો છેલ્લો દિવસ 25 ફેબ્રુઆરીએ છે અને ચાર દિવસ સુધી ચાલવા વાળી સેલમાં ગ્રાહક બજેટ ફોનથી લઇ પ્રીમિયમ ફોનને ઘણી સારી ડીલ પર ઘરે લાવી શકે છે. સેલ એમેઝોન પર ચાલી રહી છે, જ્યાંથી તમને કેટલીક સારી બેસ્ટ ડીલ મેળવવાનો મોકો આપવામાં આવી રહ્યો છે. તો જો તમે પણ નવો ફોન લેવાનો પ્લાન બનાવી રહ્યા છે તો તમારા માટે આ એક સારો અવસર છે. સેલમાં તમામ પોપ્યુલર બ્રેન્ડના ફોન પર છૂટ મળી રહી છે. જમાં વનપ્લસ, શીઓમી, સેમસંગ, એપલ, ટેકનો, Honor, લાવા જેવા ઘણા સ્માર્ટફોન સામેલ છે.
ખાસ વાત એ છે કે આ સેલમાં નવા લોન્ચ થયેલા સ્માર્ટફોન જેવા Samsung M02, Samsung M02s, Redmi 9 Power, Mi 10iને મોટી ઓફર સાથે ખરીદી શકાય છે.
OnePlus 8 Pro 5G
આ સ્માર્ટફોન આ સેલમાં તમને 54,999 રૂપિયાની જગ્યાએ 47,999 રૂપિયામાં ખરીદવા માટે ઉપલબ્ધ થશે, એની સાથે 4000ની એમેઝોન કુપન અને SBI ક્રેડિટ કાર્ડ તેમજ ક્રેડિટ EMI ટ્રાન્જેકશન પર 3000 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ મળશે.
Redmi 9 Power
આ સ્માર્ટ ફોન 4 જીબી રેમ + 64 જીબી વેરિયંટ 10,999 રૂપિયાની જગ્યાએ 10,499માં ખરીદી શકાય છે.
Samsung Galaxy M51
આ સ્માર્ટફોનને ગયા વર્ષે ઓગસ્ટમાં 24,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું હતું, જો કે ફોનના બેઝ વેરિયંટની કિંમત છે. જો કે સેલમાં આ ફોન 22,999 રૂપિયા સાથે લિસ્ટ કરવામાં આવ્યા છે. એડિશનલ રીતે એના પર 1,250 રૂપિયાની એમેઝોન કુપન મળશે, જેની સાથે એની કિંમત 21,749 થઇ જશે.
OnePlus 8T
આ સ્માર્ટફોન 36,999 રૂપિયામાં ખરીદી શકાશે, જેની સાથે 3000 રૂપિયાની એમેઝોન ડિસ્કાઉન્ટ કુપન અને SBI ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ EMI ટ્રાન્ઝેકશન પર મળવા વાળા 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ સામેલ છે.
iPhone 12 mini
આ ફોન 64 જીબી સ્ટોરેજ વેરિયંટને ભારતમાં 69,990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ એમેઝોન સેલમાં તમે એને 64,990 રૂપિયામાં ખરીદી શકો છો.
Oppo A31
ફોનને 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજને 14,990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવી હતી, જે 11,990 રૂપિયામાં ઉપલબ્ધ છે.
Honor 9A
ફોનને 3 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજની કિંમત સેલમાં 7,999 રૂપિયા, જેની અસલ કિંમત 9,999 રૂપિયા છે.
પાવરબેન્ક પર પણ છૂટ
એમેઝોનની સેલમાં પાવરબેન્ક પર 60% છૂટ મળી રહી છે. હેડસેટ પણ 60% સુધી સસ્તા મળી રહ્યા છે, જયારે પ્રીમિયમ મોબાઈલ કેસ પર 80% છૂટ આપવામાં આવી રહી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31