GSTV
Gujarat Government Advertisement

લોકશાહીમાં પ્રચંડ બહુમતિથી જીતની આ છે ગાણિતીક સચ્ચાઈ! ભાજપને 76 ટકા મતદારોના મત ન મળ્યા છતાં ભવ્ય વિજય

નગરપાલિકા

Last Updated on February 24, 2021 by

રાજકોટમાં ફરી એક વાર, લોકોના મુદ્દા હાર્યા છે અને બુથ નેટવર્ક જીત્યું છે. ૭૨માંથી ૬૮ બેઠક એ ભાજપનો પ્રચંડ વિજય છે પરંતુ, એ ગાણિતીક કડવી સચ્ચાઈ પણ છે કે ભવ્ય જીત મેળવનાર ભાજપને શહેરના મતાધિકાર ધરાવતા ૭૬ ટકા નાગરિકોએ તેમનો મત આપ્યો જ નથી!

ભાજપ, કોંગ્રેસ અને આપને મળ્યાં આટલા મત

ભાજપને કૂલ ૧૦,૬૨,૭૨૫ મતો, કોંગ્રેસને ૪,૯૭,૦૯૪ મતો અને ત્રીજા નંબરે આમ આદમી પાર્ટીને ૩,૪૨,૪૪૬ મતો મળ્યા છે. એક મતદારને ચાર મત આપવાનો અધિકાર છે અને તેથી આ મતોને ચારે ભાંગતા ભાજપને ૨.૬૫ લાખ, કોંગ્રેસને ૧.૨૪ લાખ, આપને ૮૫ હજાર અંદાજે મતો મળ્યા છે. જેની સામે કૂલ ૧૦.૯૩ લાખ લોકોને ૪૩.૭૨ લાખ મતો આપવાનો અધિકાર હતો અને તેમાં ૫.૫૫ લાખ મતદારોએ એક સાથે ચાર મતો આપ્યાનું ગણતા આશરે ૨૨.૨૨ લાખ મતો આપ્યા છે.

ભાજપ

લોકશાહીની આ કમનસીબી કહો કે ખાસિયત કહો પણ બહુમતિ લોકો શુ ઈચ્છે છે (દા.ત.સસ્તા પેટ્રોલ ડીઝલ, સસ્તુ સિંગતેલ,શિક્ષણ) તે ગૌણ બની જાય છે પરંતુ, ચૂંટણી ટાણે ચોથા ભાગના મતદારોના મતો જે ખેંચી જાય છે તે વિજયમાળા પહેરીને ૨૫ ટકા પર નહીં પણ ૧૦૦ ટકા મતદારો પર રાજ કરે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33