GSTV
Gujarat Government Advertisement

જનાદેશ: મતદારો કોંગ્રેસને હવે વિપક્ષને લાયક પણ ગણતા નથી, યહ તો અભી ટ્રેલર હૈ, 2022 કા પિક્ચર તો અભી બાકી હૈ: રૂપાણી

Last Updated on February 24, 2021 by

ગુજરાતની છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં કૉન્ગ્રેસનો થઈ ગયેલો સફાયો દર્શાવે છે કે ગુજરાતના મતદારો કોન્ગ્રેસને હવે વિરોધ પક્ષમાં રહેવાને પાત્ર પણ ગણતા નથી. સુરત, અમદાવાદ અને રાજકોટના ચૂંટણી પરિણામો આ જ નિર્દેશ આપી રહ્યા હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપના છ મહાનગરપાલિકાના ભવ્ય વિજયની ઉજવણી કરવા અમદાવાદમાં યોજાયેલી જાહેર સભામાં બોલતા જણાવ્યું હતું. 

અમદાવાદમાં યોજાયેલી જાહેર સભામાં બોલતા જણાવ્યું હતું. 

છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપને અપાવેલા ભવ્ય વિજય માટે જનતાનો હૃદયથી આભાર માનતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં અમને પણ દયા આવી જાય તેટલી બેરહેમીથી જનતાએ કોન્ગ્રેસના ઉમેદવારોને માર્યા છે. તેમણે ડિપોઝિટ પણ ગુમાવવી પડી છે.

ખેડૂત આંદોલનને નામે, ભ્રષ્ટાચારને નામે, મોંઘવારીને નામે કોન્ગ્રેસે માત્ર ને માત્ર ભ્રમ ફેલાવી ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાની જ કામગીરી કોન્ગ્રેસે કરી છે. કોન્ગ્રેસને જાકારો આપીને જનતાએ ભાજપની નીતિ અને નિયત પર ભરોૌસો મૂક્યો છે. આ સાથે જ દરેક કોર્પોરેટરને ભાજપમાં જનતાએ મૂકેલો વિશ્વાસ એળે ન જાય તે માટે પાંચ વર્ષ સુધી સતત સંઘર્ષ કરવા આવાહન કર્યું હતું. 

ભાજપ

પાંચ વર્ષ સુધી સતત સંઘર્ષ કરવા આવાહન કર્યું

આ સાથે જ ગુજરાતની જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસની નીતિ સાથે આગળ વધવાનો નિર્ધાર કરી લીધો છે.કારણ કે નરેન્દ્ર મોદીની સરકારે ગરીબોને પાંચ લાખ સુધીની મફત સારવાર કરવાની સુવિધા ઉપરાંત આવાસ, ગરીબ મહિલાઓને રાંધણગેસના સિલિન્ડર પહોંચાડી તેમની ખરીદ મદદ કરી છે.

તેમના આ પ્રયાસોને પરિણામે અને ભાજપના ગુજરાતના શાસકોએ કોરોના કાળમાં જનતાને પડખે રહીને કરેલી કામગીરીને કારણે ગુજરાતમાં એન્ટિ ઇન્કમ્બન્સી જેવો શબ્દ જ રહ્યો ન હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આજે ભાજપને સાથ આપનાારા મતદારોએ આપેલો ચૂકાદો ટ્રેલર છે, 2022માં અત્યારથી પણ વધુ સારૂં પિક્ચર જોવા મળશે. 

સી.આર. પાટિલે કહ્યું હતું કે ભાજપ સત્તા મેળવવા માટે લડે છે. પરંતુ સત્તા મળ્યા પછી  છેવાડાના માનવીને મદદ કરી શકાય તે માટે સંઘર્ષ કરે છે. તેથી જ ભાજપને એન્ટિ ઇન્કમ્બન્સી નડતી જ નથી. રાજકોટ મહાનગરપાલિકામાં 45 વર્ષથી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 33 વર્ષથી ભાજપને મળી રહેલો વિજય તેનો બોલતો પુરાવો છે.

આ સંજોગોમાં ચૂંટણી માટે જે વિસ્તારમાં કોર્પોરેટર્સ ગયા હોય ત્યાં જઈને દરેક મતદારનો આભાર માનવા જણાવ્યુ ંહતું. તેમ જ જે વિસ્તારમાં જઈ ન શક્યા હોય તે વિસ્તારના લોકોની માફી માગી લેવા પણ તેમણે કોર્પોરેટર્સને જણાવ્યું હતું.  તેમણે કહ્યું હતું કે કોન્ગ્રેસની નબળાઈને કારણે જીતવાની ટેવ ભાજપના ઉમેદવારોએ પાડવાની જરૂર નથી. તેને બદલે લોકોના કામ કરી, લોકોના દિલમાં સ્થાન મેળવીને વિજય મેળવવાની આદત ભાજપના ઉમેદવારોએ કેળવવી પડશે.

કાર્યકર્તાનો  અનાદર કરે તે કોર્પોરેટરો ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહે

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે આ વિજયરેલીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે  2015માં અમ્યુકોમાં 142 બેઠક મેળવનાર ભાજપપે આ વખતે 165-168 બેઠક મેળવવાના લક્ષ્યાંકને આંબી જવાથી થોડો છેટો રહ્યો છે. સુરતમાં તો તમામ 120 બેઠક મેળવવાનું લક્ષ્યાંક હતી. પરંતુ આપ-આમઆદમી પાર્ટીએ 26 બેઠક મેળવી લઈને સુરતમાં ભાજપને ફાવવા દીધો નથી. આ માટે ભાજપની કઈ ક્ષતિ જવાબદાર છે તેનો અભ્યાસ કરીને આવનારી ચૂંટણીમાં તે ક્ષતિ દૂર કરી દેવામાં આવશે. સુરતમાં કોન્ગ્રેસને સાફ કરવામાં સફળતા મળી, પરંતુ આપ-આમઆદમી પાર્ટીએ જે રીતે વર્ચસ્વ જમાવ્યું તે પીડાદાયક છે.

તેનો પણ આગામી મહિનાઓથી ઉપચાર ચાલુ કરી દેવામાં આવશે. ગુજરાતની છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ગઈ વખતે 389 બેઠક મેળવનાર ભાજપે આ વખતે 576 બેઠકમાંથી 521 બેઠક મેળવીને મેળવેલી જંગી સફળતાનો યશ ભાજપ માટે તનતોડ મહેનત કાર્યકર્તાઓની જરાય અવગણના ન કરવાની ચીમકી વિજેતા કોર્પોરેટર્સને આપી છે.

ભાજપના કાર્યકર્તાઓનો અનાદર કરનારા કોર્પોરેટર્સેને ગંભીર પરિણામોનો સામનો કરવા માટે તૈયાર રહેવા પણ તેમણે જણાવી દીધુ છે.  આ સાથે જ વિજેતા કોર્પોરેટર્સને તમણે ચેતવણી આપતા જણાવ્યુ ંહતું કે તમે તમારી તાકાત પર નથી જીત્યા. કમળની તાકાત પર જીત્યા છે. પરિણામે કાર્યકર્તાઓ સાથે ઉદ્ધત વર્તન કરવવાથી દૂર રહેવા તેમને જણાવ્યું હતું.

વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભાજપનો તમામ 182 બેઠક  જીતવાનો ટાર્ગેટ

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ તમામ 182 બેઠક પર વિજય મેળવવાના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરશે. આ માટે તનનતોડ મહેનત આજથી જ ચાલુ કરી દેવા દરેક કાર્યકર્તાઓને સી.આર. પાટીલે આવાહન આપ્યું હતું. આ માટે દરેક પેજ પ્રમુખને અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવા આદેશ આપ્યો હતો. વિધાનસભાની 182 બેઠક પર વિજય મેળવવાના પક્ષના સંકલ્પને પૂરો કરવા દરેક કાર્યકર્તાને પૂરી તાકાતથી સક્રિય થઈ જવા સી.આર. પાટિલે આવાહન આપ્યું હતું. 

મતદારો દેશનો કોન્ગ્રસમુક્ત કરવા તત્પર : નીતિન પટેલ

છ મહાનગર પાલિકાઓના જાહેર થયેલા પરિણામો દર્શાવે છે કે કોન્ગ્રેસને જાકારો આપવા માંડેલા મતદારોએ દેશને પણ કોન્ગ્રેસ મુક્ત કરી દેવાનો નિર્ધાર કરી લીધો છે, એમ આજે વિજય રેલીને સંબોધન કરતાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. કોન્ગ્રેસને જાકારો આપનારી પ્રજાના વિશ્વાસને સાર્થક કરવાની જવાબદારી હવે આપણી સહુની છે. આગામી પાંચ વર્ષ સુધી તેમનું કામ કરવાનું છે. આજના ચૂંટણી પરિણામોએ દર્શાવી દીધું છે કે કોન્ગ્રેસનો સિક્કો નકલી અને બનાવટી છે. તેની સામે ફોર્જરીને કેસ થાય તેમ છે. આ માન્યતા સાથે ભાજપને વિજયી બનાવનાર જનતાને સાથ લઈને આપણે સહુએ આગળ વધવાનું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33