GSTV
Gujarat Government Advertisement

અડીખમ અમદાવાદ/ ટાર્ગેટ અધૂરો પણ ભાજપની બેઠકોના આંકડાઓનો વિકાસ, જાણી લો ભાજપ કયા વોર્ડમાં બન્યું મજબૂત

બેઠકો

Last Updated on February 24, 2021 by

મંગળવારે જાહેર થયેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 191 બેઠકોના પરીણામ બાદ શહેરમાં સતત ચોથી વખત કમળ ખીલી ઉઠયું છે.અમદાવાદનાં કુલ 48 વોર્ડમાંથી 31 વોર્ડમાં તો ભાજપની આખી પેનલ વિજેતા બની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 21 ફેબુ્રઆરીએ ચૂંટણી યોજાઈ હતી.આ ચૂંટણીમાં 191 બેઠકો માટે 42.41 ટકા મતદાન થવા પામ્યું હતું.અમદાવાદમાં કુલ 773 જેટલા ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યુ હતું.

અમદાવાદમાં કુલ 773 જેટલા ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યુ

ભાજપ

શહેરમાં એલ.ડી.એન્જીનિયરીંગ અને ગુજરાત કોલેજ ખાતે સવારથી શરૂ થયેલી મતગણતરી બાદ જે પ્રમાણે શરૂઆતી રૂઝાન અને બાદમાં પરીણામો જાહેર થવા લાગ્યા હતા એ પરથી જ સ્પષ્ટ બન્યુ હતું કે, ભાજપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સતત ચોથી વખત સત્તા સ્થાને બેસશે.

અમદાવાદના કયા-કયા વોર્ડમાં ભાજપની પેનલો જીતી?

ગોતાચાંદલોડિયા
સાબરમતીનવાવાડજ
ઘાટલોડિયાાૃથલતેજ
નારણપુરાસ્ટેડિયમ
નરોડાસૈજપુર
અસારવાશાહીબાગ
નવરંગપુરાબોડકદેવ
જોાૃધપુરનિકોલ
વિરાટનગરબાપુનગર
સરસપુરખાડિયા
પાલડીવાસણા
મણીનગરવસ્ત્રાલ
ઈન્દ્રપુરીભાઈપુરા
ખોખરાઓઢવ
ઈસનપુરવટવા
રામોલ

કોંગ્રેસના જે જાણીતા ચહેરાઓ હતા એવા ચહેરાઓમાં પૂર્વ વિપક્ષનેતા દિનેશ શર્માનો ચાંદખેડામાંથી પરાજય થયો તો ગત ટર્મમાં કોંગ્રેસમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવેલા રાજશ્રી કેસરી તેમની બેઠક જાળવવામાં સફળ થયા હતા. ઉપરાંત મકતમપુરામાં કોંગ્રેસના હાજી અસરાર બેગ પણ બેઠક જાળવી શકયા છે.

બહેરામપુરામાંથી પૂર્વ વિપક્ષનેતા કમળાબહેન ચાવડા, ગોમતીપુરમાંથી ઈકબાલ શેખે પેનલ સાથે જીત મેળવી છે. શહેરના દરિયાપુર અને દાણીલીમડામાં અને કુબેરનગર વોર્ડમાં પણ કોંગ્રેસની પેનલોના ઉમેદવારોએ જીત મેળવી છે. લાંભામાં ત્રણ બેઠક ભાજપના ઉમેદવારો જીત્યા છે. જયારે એક બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર કાળુભાઈ ભરવાડની જીત થઈ છે.

અમદાવાદના કયા-કયા વોર્ડમાં ભાજપની પેનલો જીતી?

ગોતાચાંદલોડિયા
સાબરમતીનવાવાડજ
ઘાટલોડિયાાૃથલતેજ
નારણપુરાસ્ટેડિયમ
નરોડાસૈજપુર
અસારવાશાહીબાગ
નવરંગપુરાબોડકદેવ
જોાૃધપુરનિકોલ
વિરાટનગરબાપુનગર
સરસપુરખાડિયા
પાલડીવાસણા
મણીનગરવસ્ત્રાલ
ઈન્દ્રપુરીભાઈપુરા
ખોખરાઓઢવ
ઈસનપુરવટવા
રામોલ

મતગણતરી અગાઉ જ ભાજપે નારણપુરા વોર્ડમાં એક ફોર્મ ટેકનીકલ કારણોસર રદ કરી દેવાતા બિનહરીફ મેળવી લીધી હતી. આજે જાહેર થયેલા પરીણામોમાં 31 વોર્ડમાં ભાજપની આખી પેનલ ચૂંટાઈ આવતા કોંગ્રેસનો ભારે રકાસ થયો હતો.

ભાજપની આખી પેનલ ચૂંટાઈ આવતા કોંગ્રેસનો ભારે રકાસ થયો

ઉપરાંત શહેરના ચાર વોર્ડમાં ભાજપે વોર્ડ દીઠ ત્રણ-ત્રણ બેઠકો પર જીત મેળવતા વર્ષ-2015ની ચૂંટણીના પરીણામોથી પણ વધુ બેઠક ભાજપને અમદાવાદમાં આ વખતના પરીણામ બાદ મળવા પામી છે. વર્ષ-2015માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 46.51 ટકા મતદાન થયું હતુ.પરીણામ આવ્યા એ સમયે ભાજપને કુલ 192 બેઠકોમાંથી 142 બેઠકો મળી હતી.

ભાજપ

આ વખતની ચૂંટણી અગાઉ ભાજપની નેતાગીરી દ્વારા 175 પ્લસ બેઠકો મેળવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે અમદાવાદના રાજકારણમાં આવેલી આપ અને ઔવેસીની પાર્ટીની એન્ટ્રીથી પરીણામ ઉપર અસર થશે એવી ધારણાની વચ્ચે આપ તો અમદાવાદમાં ન ચાલી પરંતુ ઔવેસીની પાર્ટીના જમાલપુરમાં ચાર અને મકતમપુરામાં ત્રણ ઉમેદવારો વિજયી બનતા કોંગ્રેસની હાલત કફોડી બની ગઈ હતી.

પક્ષ વાર બેઠકોનું પરીણામ

કુલ બેઠક192
ભાજપ159
કોંગ્રેસ25
એઆઈએમઆઈએમ07
અપક્ષ01

બહેરામપુરામાં પાતળી સરસાઈથી કોંગ્રેસનો વિજય વિવાદનું કેન્દ્ર બન્યો

બહેરામપુરા વોર્ડમાં ભારે રસાકસીના અંતે કોંગ્રેસના ઉમેદવાર કમળાબહેન ચાવડા અને અન્ય ત્રણ ઉમેદવારોને જીતેલા જાહેર કરવામાં આવતા હરીફ ઉમેદવારો દ્વારા જાહેર કરવામાં આવેલા પરીણામનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમના કહેવા પ્રમાણે ખુબ પાતળી સરસાઈ છે. ઉપરાંત છેલ્લા બે ઈવીએમના મતોની ગણતરી જે પ્રમાણે ઝડપથી પુરી કરવામાં આવી એ શંકાસ્પદ છે અમે આ પરીણામને પડકારીશું.

અમરાઈવાડીમાં કોંગ્રેસની પેનલ તૂટી, કુબેરનગર વોર્ડમાં કબજો

વર્ષ-2015માં અમરાઈવાડી વોર્ડમાં કોંગ્રેસના ચાર ઉમેદવારો જીત્યા હતા. આ વખતે આ વોર્ડની ચાર બેઠકો માંથી કોંગ્રેસ માત્ર એક બેઠક જીત્યું છે. વર્ષ-2015માં કુબેરનગર વોર્ડની તમામ ચાર બેઠકો ભાજપના ઉમેદવારો જીત્યા હતા. આ વખતે આ વોર્ડની તમામ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ જીતી લેતા કુબેરનગર વોર્ડમાં ભાજપના ઉમેદવારોનો પરાજય થયો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33