Last Updated on February 24, 2021 by
અમેરિકામાં કોરોના વાયરસનાં કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 5 લાખને વટાવી ગઇ છે અને આ સંખ્યા બીજા વિશ્વ યુધ્ધ, વિયેતનામ યુધ્ધ તથા કોરિયન યુધ્ધ દરમિયાન માર્યા ગયેલા લોકોની કુલ સંખ્યા જેટલી છે, અમેરિકામાં બીજા વિશ્વ યુધ્ધમાં 405000 લોકો, વિયેતનામ યુધ્ધમાં 58000 તથા કોરિયન યુધ્ધમાં 36000 લોકોનાં મોત થયા હતાં.
કોરોના વાયરસને કારણે મોતને ભેટલા લોકોને વ્હાઇટ હાઉસમાં આયોજીત કાર્યક્રમમાં મૌન રાખીને તથા મીણબત્તીઓ પ્રગટાવીને શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી હતી. દેશભરમાં આગામી પાંચ દિવસ સુધી ફેડરલ ઇમારતોમાં અમેરિકાનાં ઝંડાને ઝુકાવેલા રાખવાનાં હુકમ આપવામાં આવ્યા છે.
મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કરતા બિડેને કહ્યું કે એક દેશ તરીકે આ પ્રકારનાં નિર્દયી ભવિષ્યને ક્યારેય સ્વિકારી શકાય નહીં, આપણે આ બિમારી સામે ઘણા સમયથી ઝઝુમી રહ્યા છીએ, આપણને આ દુઃખ સહન કરવાની શક્તિ રાખવી પડશે. દેશમાં આજે કુલ મત્યુઆંક 500071 થઇ ગયો છે.
યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનનાં અનુમાન મુજબ દેશમાં કોરોના વાયરસની રસી છતાં પણ જુન સુધી 589000 લોકોની મોત થઇ શકે છે. આ વાયરસનાં કારણે અમેરિકામાં સૌથી વધુ મોત થયા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31