Last Updated on February 24, 2021 by
અમરિકન ગોલ્ફર ટાઇગર વુડ્સને તાત્કાલિક સારવાર માટે મંગળવારના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની કારનો અકસ્માત થયો હતો જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોસ એન્જલસ કાઉન્ટી શેરીફના જણાવ્યા મુજબ ટાઇગર વુડ્સની કાર ડિવાઈડર સાથે ટકરાઈને પલટી ગઈ હતી જેમાં ટાઇગરને ઘણી ઈજાઓ થઇ હતી.
લોસ એન્જલસ કાઉન્ટી શેરીફે જણાવ્યું હતું કે અકસ્માત એટલો ગંભીર હતો કે વુડ્સની કારનો રીતસરનો કચ્ચરઘાણનીકળી ગયો હતો અને ફાયરફાયટરની મદદથી વુડ્સને કાટમાળ કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે તેમને પગમાં અનેક ઈજાઓ થઇ હતી જેને કારણે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વુડ્સને પ્રાથમિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માર્ક સ્ટેઈનબર્ગે જણાવ્યું હતું કે હાલ ટાઇગર વુડ્સની સર્જરી ચાલી રહી છે તો સાથે પ્રાયવસી અને સપોર્ટ માટે તેમણે આભાર પણ માન્યો હતો.
લોસ એંજલસ પાસે થયેલા આ અકસ્માતમાં ટાઇગર વુડ્સની કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. જોકે, સદનસીબે અન્ય કોઈ કાર સાથે તેમની કાર અથડાઈ નહોતી. નહીંતર જોખમ વધી જાત.
વુડ્સ પોતાના સમયના ટોચના ગોલ્ફર માના એક છે. તેમણે 15 જેટલી મોટી ગોલ્ફ ચેમ્પિયનશિપ જીતી છે. તાજેતરમાં જ તેમની કમરની મોટી સર્જરી કરવામાં આવી હતી. જેને લીધે કહેવાતું હતું કે તેઓ આગામી માસ્ટર્સ ટુર્નામેન્ટમાં નહિ રમી શકે. ગત વર્ષ 2019માં તેઓએ આ ટુર્નામેન્ટ જીતી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31