Last Updated on March 24, 2021 by
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. જે દરમિયાન અનેક નેશનલ હાઇવેને પણ બંધ કરવામાં આવ્યા હતા. આ સ્થિતી વચ્ચે રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું છે કે, ખેડૂતોના આ આંદોલનને કારણે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને 814.4 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ટોલ પ્લાઝા બંધ કરવાથી સરકારને મોટુ નુકસાન
ખેડૂતોએ અનેક હાઇવે પર ટોલ પ્લાઝાને જ બંધ કરાવી દીધા હતા, જેને પગલે આ નુકસાન થયું હોવાનો દાવો કેન્દ્ર સરકારે કર્યો છે. ખાસ કરીને ત્રણ રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં સૌથી વધુ નુકસાન થયું છે અને તેમાં પંજાબ પ્રથમ ક્રમે છે, જ્યાં ખેડૂતોના આ આંદોલનની શરૂઆત થઈ હતી, પંજાબમાં રેલવેને પણ ટ્રેનો રોકવામાં આવી હોવાથી અગાઉ નુકસાન થયુ હતું.
આ રાજ્યોને પડ્યો મોટો ફટકો
નિતીન ગડકરીએ જાહેર કરેલા આંકડામાં દાવો કર્યો હતો કે, આંદોલન સમયે ટોલ પ્લાઝા પર કલેક્શન અટકાવી દેવાયું હોવાથી પંજાબમાં 487 કરોડ, હરિયાણામાં 326 કરોડ અને રાજસ્થાનમાં 1.40 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
જોકે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, ખેડૂતોના આંદોલનને કારણે આ ત્રણ રાજ્યો સિવાય અન્ય કોઈ રાજ્યમાં સરકારને આર્થિક રીતે કોઇ નુકસાન નથી થયું. સાથે મંત્રીએ કહ્યું હતું કે, હાલ જે પણ રાજ્યોમાં આ પ્રકારની મુશ્કેલી ટોલ પ્લાઝા પર ઉભી થઈ રહી છે, તેને યોગ્ય કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31