Last Updated on March 15, 2021 by
કોરોના સંકટને લઇ મોંઘવારી ભથ્થા(DA) પર નિરાશાનો સામનો કરી રહેલા કર્મચારીઓને સરકારે મોટી ખુશખબર આપી છે. સરકારે જાણકારી આપી છે કે આ વર્ષે જુલાઈમાં મોંઘવારી ભથ્થાના 3 હપ્તા આપવામાં આવશે.
ગયા વર્ષે કોરોના સંકટ અને લોકડાઉનના કારણે ડીએમાં વધારાને રોકી દેવામાં આવ્યો હતો. સરકારે ડીએના જુના દર(17%)ને જૂન 2021 સુધી કરી દુહો હતો જયારે હાલ 21% છે. એવામાં સરકારી કર્મચારીઓ મોંઘવારી ભથ્થા પર નિરાશાનો સામનો કરવો પડ્યો.
જુલાઈ 2021ના હપ્તા જારી કરવામાં આવશે
જો કે હવે નાણામંત્રીએ જણાવ્યું કે કેન્દ્રીય કર્મચારીનો ડીએ છેલ્લા સાત વર્ષથી રોકાયેલો છે. એના માટે જુલાઈમાં મોંઘવારી ભથ્થાના 3 હપ્તા આપવામાં આવશે. નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં એક સવાલનો જવાબ આપતા કહ્યું કે ડીએના ત્રણ હપ્તા જુલાઈ 2021થી જારી કરી દેવામાં આવશે.
ડીએ વર્ષમાં બે વાર સુધારવામાં આવે છે. સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં ફેરફાર કરે છે. 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020, અને 1 જાન્યુઆરી 2021ના ડીએ અને ડીઆરણ ત્રણ હપ્તાને સરકાર દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31