Last Updated on March 31, 2021 by
માર્ચ મહિનો ખતમ થવામાં માત્ર થોડા જ કલાક બચ્યા છે. 1 એપ્રિલથી નવા ફાઇનાન્સિયલ ઈયરની શરૂઆત થતા જ તમારા નવા જીવન અને ખિસ્સાથી સંબંધિત એક બે નહિ પરંતુ 7 એવા નિયમ છે જે પુરી રીતે બદલાઈ જશે. આ નિયમો તમારા રસોઈ ગેસથી લઇ ટેક્સ સુધી સામેલ છે. આવો જાણીએ શું છે. આ નિયમ અને એની કેવી રીતે થશે તમારા પર અસર.
સૌથી પહેલા શરૂઆત કરીએ છે રસોઈ ગેસથી. દર મહિનાની પહેલી તારીખે ઘરેલુ ગેસની કિંમત રિવાઇઝ થાય છે. રસોઈ ગેસની કિંમત દિલ્હીમાં પહેલા 819 રૂપિયા પહોંચી ગઈ છે. એવામાં હવે લોકોની નજર ગેસની કિંમત પર રહેવાની છે.
8 બેંકો પર અસર
એપ્રિલથી બીજો સૌથી મોટો ફેરફાર છે એ છે સરકારી બેંકોનો વિલય. દેના બેન્ક, વિજયા બેન્ક, કોર્પોરેશન બેન્ક, આંધ્ર બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા અને ઇલ્હાબાદ બેન્ક જેવી બેંકોનું મર્જર થયા પછી આ બેંકોના ગ્રાહકોની ચેક બુક, પાસબુક સહીતની વસ્તુઓમાં ફેરફાર આવશે.
પીએફ ના નિયમોમાં ફેરફાર
નાણમંત્રીના એલાન મુજબ એક નાણાકીય વર્ષમાં 5 લાખ રૂપિયા સુધી રોકાણ કરવામાં પર ઇંટ્રેસ્ટ પર ટેક્સ નહિ લાગે. એનાથી વધુ રોકાણ કર્યું તો એડિશનલ અમાઉન્ટના વ્યાજની કમાણી ટેક્સના દાયરામાં આવશે. હાલ પીએફ પર ઇંટ્રેસ્ટ રેડ 8% છે અને ઇંટ્રેસ્ટ ઇનકમ પુરી રીતે ટેક્સ ફ્રી છે. આ નિયમ 1 એપ્રિલ 2021થી લાગુ થશે.
ઇનકમ ટેક્સ નિયમોમાં ફેરફાર
વધુમાં વધુ લોકો ટેક્સ ફાઈલ કરે માટે નાણામંત્રીએ આઈટીઆર સાથે સંબંધિત ઘણા નિયમોમાં સખ્ત પ્રાવધાન કર્યું છે. સરકારે આ અંગે એ લોકો પર લાલ આંખ કરી છે જે ટીડીએસ બચાવવા માટે આઈટીઆર ફાઈલ કરતા નથી. ટેક્સ પેયર્સેને ટેક્સ ભરવા માટે પ્રોત્સાહન કરવા માટે ઇનકમ ટેક્સ એક્ટ 1961માં સેક્સન 206AB જોડાવાનું એલાન કર્યું છે.
નવો વેતન કોડ લાગુ થવું
1 એપ્રિલથી સરકાર નવો વેતન કોડ લાગુ કરવા જઈ રહી છે. આ નિયમની અસર ખાનગી કંપની અને કોન્ટ્રેક્ટ કામ કરવા વાળા લોકો પર અસર પડશે. નવા કાયદા મુજબ ફંડ અને ગ્રેજ્યુટી હેઠળ જમા થવા વાળી આ રકમને વધારવામાં આવશે જેનથી સેલરી ઓછી થઇ શકે છે. નવા વેતન કોડ અનુસાર, કર્મચારીને આપવામાં આવતી એલાઉન્સ કુલ સેલરીથી 50%થી વધુ નહિ હોઈ શકે. કંપનીઓને આ સુધાર કરવા માટે બેઝિક સેલરી વધારવી પડશે જેનાથી પીએફ અને ગ્રેજ્યુટીની રકમમાં વધારો થશે.
ટીડીએસના નિયમોમાં ફેરફાર
1 એપ્રિલથી ટીડીએસ એટલે ટેક્સ ડિડક્શન એટ સોર્સ. હવે સેલરી ઇનકમ ઉપરાંત બીજા સોર્સથી થનારી ઇનકમ, જેવા કે ડિવિડન્ડ ઇનકમ, કેપિટલ ગેન ઇનકમ, બેન્ક ડિપોઝિટ ઇંટ્રેસ્ટ ઇનકમ, પોસ્ટ ઓફિસ ઇંટ્રેસ્ટ ઇનકમની જાણકારી પહેલાથી ફીલ છે. અત્યાર સુધી ટેક્સપેયર્સે એની અલગથી ગણતરી કરવી પડતી હતી. એમાં ઘણી વખત ભૂલ જવાના કારણે પરેશાની થાય છે. હવે આ તમામ જાણકારી પહેલાથી ભરેલી હશે.
50 કરોડથી વધુ ટર્ન ઓવર પર ઈ-ઈન્વોઈસ
સરકારે 50 કરોડ રૂપિયાથી વધુ કારોબાર વાળી કંપનીઓ માટે એક એપ્રિલથી B2B(કંપનીઓ વચ્ચે) આપ-લેને ઈ-ઈન્વોઈસ કાઢવો અનિવાર્ય રહેશે. કેન્દ્રીય અપ્રત્યક્ષ કરી તેમજ સીમા શુલ્ક બોર્ડ(CBIC)એ અધિસુચનામાં કહ્યું કે 50 કરોડથી વધુ કારોબાર વાળી કંપનીઓ માટે ઈ-ઈન્વોઈસ 1 એપ્રિલથી અનિવાર્ય હશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31