Last Updated on March 18, 2021 by
અમદાવાદ શહેરમાં મંગળવારે જયાં કોરોનાના 241 નવા કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે જ એક જ દિવસમાં નદીપારના 13 સહિત શહેરમાં નવા કુલ 14 કોરોના સંક્રમિત સ્થળોને કોરોનાના કેસની સંખ્યાના આધારે માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરજ પડી છે. હાલની પરિસ્થિતિમાં શહેરમાં કુલ 60 સ્થળ કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.
માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાયેલા સ્થળો કયા-કયા ?
ઝોન | સ્થળ | મકાન | વસ્તી |
ઉ.પશ્ચિમ | સિલ્વરગાર્ડેનીયા, ગોતા | 32 | 130 |
– | એડન ગોદરેજ, ચાંદલોડિયા | 56 | 200 |
– | વિક્રમનગર કોલોની, બોડકદેવ | 40 | 160 |
– | સાયોના પુષ્પ એપા.,ઘાટલોડીયા | 16 | 65 |
દ.પશ્ચિમ | સુપ્રભા એપા.,વેજલપુર | 04 | 20 |
– | મહાશકિત સોસા,જીવરાજ પાર્ક | 08 | 34 |
– | ગાર્ડન રેસીડેન્સી,સાઉથ બોપલ | 04 | 16 |
– | ગાર્ડન રેસીડેન્સી,સાઉથ બોપલ | 04 | 13 |
– | પાર્થ સારથી એવન્યુ,જોધપુર | 04 | 17 |
પૂર્વ | સમય રેસીડેન્સી,નિકોલ | 06 | 32 |
પશ્ચિમ | અયોધ્યાનગરી,ચાંદખેડા | 15 | 55 |
– | અક્ષરહીલ,ચાંદખેડા | 12 | 46 |
– | તુલશીશ્યામ ફલેટ,ભીમજીપુરા | 04 | 16 |
– | આદિત્યગ્રીન્સ,ચાંદખેડા | 20 | 120 |
આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની યાદીમાં જણાવાયા મુજબ,અગાઉ કુલ 48 સ્થળ સંક્રમણને ધ્યાનમાં રાખીને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.આ પૈકી બે સ્થળને નિયંત્રણ મુકત કરવામાં આવ્યા છે.મંગળવારે દક્ષિણ-પશ્ચિમના પાંચ,ઉત્તર-પશ્ચિમના ચાર ,પશ્ચિમના ચાર અને પૂર્વના એક સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કરેલા નવા સંક્રમિત સ્થળ આ મુજબ છે.
એએમટીએસ અને બીઆરટીએસના પૈડાં બંધ
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા કોર્પોરેશને AMTS અને BRTS બસો આજથી અચોક્કસ સમય સુધી બંધ રાખવાનો વધુ એક નિર્ણય લીધો.. જેથી ૯૫૦ જેટલી બસોના પૈડા આજથી ફરી અચોક્કસ મુદ્ત માટે થંભી ગયા છે…રાતોરાત લેવાયેલા આ નિર્ણયથી સેંકડો નોકરીયાતો, મુસાફરો અટવાયા છે..એક તરફ આજથી ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે બસમાં જતા અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓની પણ મુંઝવણ વધી છે. શહેરમાં એકપણ રૂટ પર AMTS અને BRTS બસ જ્યાં સુધી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રહેશે.. રાતોરાત બીઆરટીએસ,એએમટીએસ બંધ થતા નોકરીયાતોના પેટ પર લાત લાગી છે..
16039 લોકોને કોરોના વિરોધી રસી અપાઈ
અમદાવાદમાં મંગળવારે મ્યુનિ.સંચાલિત હોસ્પિટલો અર્બન હેલ્થ સેન્ટરો,સરકારી હોસ્પિટલો અપરાંત 64 જેટલી ખાનગી હોસ્પિટલોમાં કુલ મળીને 16039 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.જેમાં 8898 પુરૂષ,7141 મહિલા અને 9347 સિનિયર સિટીઝનોનો સમાવેશ થતો હતો.
1200 બેડની કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ શરૂ થશે
રાજ્યભરમાં કોરોના કેસ વકરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત 1200 બેડની કોવિડ ડેઝિન્ટેડ હોસ્પિટલ શરૂ કરવાનો નિણય લેવામાં આવે તેવી શક્યતા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના કેસ વધી રહ્યા છે. બીજીતરફ સ ખાનગી હોસ્પિટલ સાથેના કોવિડના દર્દીઓ માટે સરકારી બેડના એમઓયુ પૂર્ણ થયા છે જેના કારણે સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો વધારો થઈ શકે છે..અને આથી આગામી દિવસોમાં અમદાવાદ સિવિલમાં 1200 બેડવાળી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ ફરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનિય છેકે થોડા સમયે પહેલા કોરોના કેસમાં ઘટાડો થતા 1200 બેડની કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ બંધ કરીને ત્યાં મહિલા અને બાળકોની ઓપીડી શરૂ કરવામાં આવી હતી..
આજે મ્યુનિ.ના અર્બન સેન્ટરો પર રસી નહી અપાય
17 માર્ચે મમતા દિવસ હોઈ મ્યુનિ.હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરો પરથી કોરોના વિરોધી રસી આપવામાં આવશે નહીં.આ સિવાય ખાનગી હોસ્પિટલો અને કોમ્યુનિટી હોસ્પિટલોમાંથી રસી મળી શકશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31