GSTV
Gujarat Government Advertisement

સાવધાન / ગુજરાતમાં કોરોનાથી બની રહી છે કફોડી સ્થિતિ, 1 મહિનામાં જ 58 હજારથી વધુ લોકો થયા કોરોના સંક્રમિત

Last Updated on April 10, 2021 by

ગુજરાતમાં કોરોના મહામારી વકરી રહી છે. ગુજરાતમાં 8 માર્ચે કોરોના સંક્રમણનો આંક 2,73,971 લોકો સંક્રમિત થયા હતા. જ્યારે 8 એપ્રિલે કોરોના સંક્રમણનો આંક 332474 પહોંચી ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણનો આંક રોકેટ ગતિએ વધ્યો છે. તો એક્ટિવ કેસ મામલે પણ ગુજરાતમાં અત્યાર સુધીનો સૌથી ઊંચો આંક થયો છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 20 હજારને પાર થઈ ગઈ છે.  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 4 હજારથી વધુ લોકો સંક્રમિત થવાનો પણ રેકોર્ડ બન્યો છે. ગુજરાત સરકાર ભલે કહે સબ સલામત છે. પરંતુ આંકડાઓ કહી રહ્યા છે કે છેલ્લા 1 મહિનામાં જ 58503 લોકો સંક્રમિત થયા છે. ગુજરાતમાં આ આંકડાઓ જ હાલની કડવી વાસ્તવિકતા બતાવી રહ્યા છે.

ગુજરાત

ચૂંટણી પહેલાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કંઈક અંશે કાબુમાં આવી ગઈ હતી. પરંતુ હાલમાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી હોય તેવી સ્થિતિ છે. મધ્ય માર્ચથી એપ્રિલની શરૂઆત મોંઘી પડી છે. હવે કોરોનાથી થતા મોતનો આંક પણ મોટો જઈ રહ્યો છે. કોરોના મહામારી ગુજરાતમાં વિકટ પરિસ્થિતિ લાવી દીધી છે. ટેસ્ટિંગ ટ્રેસિંગ અને રસીકરણ વચ્ચે કોરોનાની બીજી લહેરની પીક ભારે પડી રહી છે. રાજ્યમાં ચૂંટણીઓ પછીથી કોરોનાએ જે ઝડપે માથું ઉંચક્યું છે તે સતત ચિંતાનો વિષય છે. ગુજરાતમાં 8 માર્ચે માત્ર 555 જેટલા કેસ નોંધાયા હતા જેની સામે આજે 8 એપ્રિલે 4 હજારનો આંક વટાવી દીધો છે. 17 માર્ચ પછી ગુજરાતમાં કોરોના સંક્રમણનો આંક 1 હજારને પાર આવી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ કોરોના સંક્રમણના નવા 15 હજારથી વધારે કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. ગુજરાતમાં 1 મહિનાના અંતરાલમાં જ 58 હજારથી વધારે લોકો કોરોના સંક્રમિત થયા છે.

રાજ્યમાં કોરોના સંક્રમણન કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે તે સાથે મોતનો આંક પણ રોકેટ ગતિએ વધી રહ્યો છે. રાજ્ય સરકારના આંક મુજબ રાજ્યમાં આજે કોરોનાથી 35 લોકો પોતાની જિંદગી હારી ચૂક્યા છે. રાજ્યમાં કોરોના મહામારીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીના રેકોર્ડબ્રેક 4021 કેસ નોંધાયા છે. કોરોના મહામારીથી સ્થિતિ વિકટ બની છે. ગુજરાતમાં એક્ટિવ કેસનો આંક પણ તેના નવા રેકોર્ડે પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોનાના વિકરાળ પંજામાં લોકો હોમાઈ રહ્યા છે. રાજ્યમાં 21 જુલાઈએ કોરોનાથી 34 લોકોના મોત થયા હતા. 5 જૂને 35 લોકોના મોત થયા હતા. અર્થાત 10 મહિના જેવા મોટા અંતરાલ બાદ ગુજરાતમાં કોરોનાનો કાળ પંજો ફરી રહ્યો છે. રાજ્યમાં સ્મશાનોમાં પણ કોરોના સંકમિતોના અગ્નિ સંસ્કાર કરવા માટે લાઈનો લાગી છે. શહેરી વિસ્તારોના સ્મશાનોમાં પણ વેઈટિંગ જોવા મળી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33