GSTV
Gujarat Government Advertisement

નવા નિયમો/ વર્ક ફ્રોમ હોમના આદેશો થયા : ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ નોકરી માટે હાજર રખાશે, સરકારે બહાર પાડયું જાહેરનામુ

ઓફિસો

Last Updated on March 19, 2021 by

કોરોનાના વધતા જતા કેસોથી પંજાબથી લઇને મહારાષ્ટ્રમાં હડકંપ મચી ગયો છે. આજે પંજાબમાં 11 જિલ્લોમાં નાઈટ કર્ફ્યુ, સ્કૂલ – કોલેજ બંધ કરાવવાની સાથે મહારાષ્ટ્રમાં પણ નિયમો કડક બન્યા છે. શુક્રવારે જાહેર કરાયેલા નવા આદેશોમાં ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારી બોલાવવાનો આદેશ કરાયો છે. આ સાથે થિયેટર અને ઓડિટોરિયમ પણ 50 ટકાની ક્ષમતા સાથે ચાલું રખાશે. નાકથી નીચે માસ્ક ગયું તો કોઈને પણ એન્ટ્રી અપાશે નહીં.

ઓફિસો

બધી ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફને બોલાવવાનો આદેશ

રાજ્યના મુખ્ય સચિવ સિતારમ કુંટેએ એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે કે થિયેટર અને ઓડિટોરિયમમાં નિયમો કડક બનાવવામાં આવ્યા છે. દરેકર પ્લેસ પર સેનિટાઈઝરની વ્યવસ્થા કરવા માટે જણાવાયું છે. આ ઉપરાંત ગેટ પર તાપમાન માપવાના મશીનો રાખવા પડશે. બધી ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફને બોલાવવાનો આદેશ કરાયો છે.

ઓફિસો

જાણો ક્યાં મળશે છૂટછાટ

જોકે, જરૂરી સેવાઓ અને આરોગ્યક્ષેત્ર સંદર્ભે જોડાયેલી કંપનીઓમાં છૂટછાટ રહેશે. સરકારી ઓફિસોમાં પણ સરકારી અધિકારીઓને છૂટછાટ અપાઈ છે કે તેઓ જાતે સ્ટાફ મામલે નિર્ણય લઇ શકે છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને અન્ય નિયમોનું કડકાઈથી પાલન કરવાના આદેશો કરાયા છે.

ઓફિસો

દેશમાં વકર્યો કોરોના

દેશમાં ફરી એકવાર કોરોના વાઈરસના કેસોમાં સતત ઉછાળા નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 39,726 નવા કેસ નોંધાયા છે. તો કોરોનાથી 154 લોકોનાં મોત નિપજયા છે. આની સાથે કોરોનાના દૈનિક કેસોમાં તોતિંગ વધારો નોંધાયો છે. વર્ષ-2021ના નવા વર્ષે અત્યાર સુધીના એક દિવસના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર બાદ પંજાબમાં કોરોનાના કેસો વધતા નવ જિલ્લામાં રાત્રી કરફ્યૂમાં બે કલાકનો વધારો કરી દેવામાં આવ્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33