GSTV
Gujarat Government Advertisement

તહેવાર બગડ્યો/ ધૂળેટીમાં ન્હાવા પડતાં 5 લોકોનાં મોત, ચલથાણમાં તો 2 બાળકોએ તળાવમાં માર્યો હતો કૂદકો

Last Updated on March 29, 2021 by

હોળી ધૂળેટીના પાવન પર્વ પર નદીઓમાં ન્હાવાનું અનોખું મહાત્મય છે. ત્યારે આજે ગુજરાતમાં ઘટેલી ત્રણ દુર્ઘટનાઓમાં 5 લોકોના ડૂબી જવાથી મોત થયા છે. જેમાં 2 તો બાળકો અને 3 યુવકોના મોત નિપજ્યાં છે. પલસાણા તાલુકાના ચલથાણમાં તળાવમાં ન્હાવા પડેલા 5 બાળકોની ડૂબવાની ઘટના ઘટી છે તો હાડોડમાં પણ તણાયેલાં 3 યુવાનોમાંથી 2ની લાશ મળી છે. આમ, તહેવારોના સમયમાં મોતથી કકળાટ પેદા થયો છે.

પાંચ બાળકોમાંથી 2 બાળકોનાં મોત

સુરતના પલસાણા તાલુકાના ચલથાણ ગામે નવા ખોદાયેલા તળાવમાં પાંચ બાળકો નાહવા પડ્યાં હતાં જેમાં બે બાળકોના મોત થયા છે. તળાવ ખોદનાર કોન્ટ્રાક્ટ અધૂરું કામ મૂકીને ભાગી છૂટ્યો હતો. તળાવમાં માટી ખોદકામ મામલે એક મહિનાથી સતત વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ નવું ખોદાયેલા તળાવે બે બાળકોનો ભોગ લીધો છે.

મહીસાગર નદીમાં ન્હાવા પડેલા 3 યુવાનોમાંથી 2ના મોત

બીજી બાજુ મહીસાગર નદીમાં ન્હાવા પડેલા 3 યુવાનો તણાયા હતાં. જે પૈકી 2 યુવકોના મોત નિપજ્યાં છે. ત્રણેય યુવાનો લુણાવાડાના હાડોડ ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ન્હાવા પડ્યાં હતાં. પરંતુ આ દરમ્યાન ત્રણેય યુવાનો તણાયા હતા જેમાં દુર્ઘટનામાં 2 યુવકો મોતને ભેટ્યાં છે. જ્યારે કે અન્ય એક યુવકને ગ્રામજનોએ બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મૃતક યુવાનો બાલાસિનોરના જોરાપુરા ગામના હોવાનું મનાઇ રહ્યું છે.

નર્મદા નદીમાં ડૂબવાથી 1 યુવકનું મોત

આ સાથે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ઝઘડિયામાં નર્મદા નદીમાં ડૂબવાથી એક યુવકનું મોત થયું છે. ધૂળેટીના પર્વની ઉજવણી કરવા યુવક પોતાના મિત્રો સાથે નર્મદા નદીમાં ન્હાવા ગયો હતો. જે દરમ્યાન રાણીપુરા ગામનો દર્પણ પટેલ નામનો યુવક ડૂબ્યો હતો. ત્યારે યુવકના મોતથી તેના પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33