GSTV
Gujarat Government Advertisement

વાંચી લેજો/ એમ જ નહીં મળે કોરોના વેક્સીન, 45 વર્ષથી વધુ ઉંમરના લોકોએ આ 20 ગંભીર બીમારીઓના રજૂ કરવા પડશે પુરાવા

કોરોના

Last Updated on February 28, 2021 by

દેશમાં એક માર્ચથી કોરોના વેક્સીનેશનનું બીજુ ચરણ શરૂ થઇ રહ્યું છે. વેક્સીનેશન દરમિયાન 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન લગાવવામાં આવશે. જો કે 45 વર્ષથી વધુ ઉંમરના એવા લોકોને પણ વેક્સીનનો ડોઝ આપવામાં આવશે જે પહેલાથી કોઇ ગંભીર બિમારીથી પીડાઇ રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે તે બીમારીઓની લિસ્ટ જારી કરી છે જેનાથી પીડિત 45થી 59 વર્ષના લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી શકે. જો કે આવા લોકોએ બીમારીનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવુ પડશે જે બાદ જ વેક્સીન આપવામાં આવશે.

કોરોના

સ્વાસ્થ્ય મંત્રાલયે 20 બીમારીઓને સામેલ કરી છે જેથી બીમાર લોકો (45થી 59 વર્ષ)ને બીજા ચરણમાં વેક્સીન આપવામાં આવશે. તેમાં ડાયાબિટીસ (શુગર), હાઇપરટેંશન, કિડની, લીવર, લ્યૂકેમિયા, એચઆઇવી ગ્રસ્ત, બોન મેરો ફેલિયર અને હાર્ટ ફેલિયર સહિત 20 ગંભીર બીમારીઓને સામેલ કરવામાં આવી છે. તેમાં કેન્સરથી પીડિત લોકો પણ સામેલ કરવામાં આવ્યા છે.

કોરોના

20 ગંભીર બીમારીઓની લિસ્ટ

કોરોના વેક્સીનનો ડોઝ લેનાર લોકોએ પોતાની સાથે એક ફોટો આઇડી ડોક્યુમેન્ટ લઇ જવુ જરૂરી છે. તેમાં આધાર કાર્ડ, વોટર આઇડી પણ સામેલ છે. આ ઉપરાંત 45 વર્ષથી 59 વર્ષની ઉંમરના લોકોને વેક્સીનનો ડોઝ લેવા માટે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી ગંભીર બીમારીથી પીડિત હોવાના પુરાવા પણ રજૂ કરવા પડશે. જે રજીસ્ટર્ડ ડોક્ટર્સ તરફથી પ્રમાણિત હોવા જોઇએ.

ભારતમાં કોરોના વેક્સીનેશન કાર્યક્રમની શરૂઆત 16 જાન્યુઆરીથી થઇ ચુકી છે. વેક્સીનેશનના પ્રથમ ચરણમાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો. હવે એક માર્ચથી વેક્સીનેશનનું બીજુ ચરણ શરૂ થઇ ચુક્યુ છે.

કોરોના

પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોરોના વેક્સીનની કિંમત 250 રૂપિયા પ્રતિ ડોઝ

સરકારી હોસ્પિટલોમાં જ્યાં કોરોના વેક્સીન ફ્રી આપવામાં આવશે ત્યાં પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોરોના વેક્સીનની કિંમત 250 રૂપિયા પ્રતિ ડોઝ નક્કી કરવામાં આવી છે. તેમાં 100 રૂપિયા સર્વિસ ચાર્જ પણ સામેલ છે.

કોરોના

સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને ટ્વીટ કરીને જણાવ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલોમાં આપવામાં આવતી રસી માટે ગાઇડલાઇન જારી કરવામાં આવી છે. તે અંતર્ગત વેક્સીનના ચાર્જ મહત્તમ 250 રૂપિયા પ્રતિ ડોઝ નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે તમામ સરકારી હોસ્પિટલમાં રસી ફ્રી આપવામાં આવશે. આયુષ્માન ભારત-PMJAYને આધીન સૂચીબદ્ધ આશરે 10 હજાર હોસ્પિટલ અને CGHSને આધીન 687 હોસ્પિટલોને સેંટર બનાવવામાં આવ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33