GSTV
Gujarat Government Advertisement

45 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાશે કોરોના વેક્સિન, રસી લેતા પહેલાં આ મહત્વની બાબતો જાણવી તમારા માટે છે જરૂરી

કોરોના

Last Updated on March 24, 2021 by

મંગળવારે સરકારે 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના દરેક વ્યક્તિ માટે કોરોનાવાયરસ સામે રસીકરણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, જેઓ પાત્ર છે તે બધાએ તાત્કાલિક નોંધણી કરાવી રસીકરણ કરાવવું જોઈએ. આ ઝુંબેશ વિસ્તૃત થતાં સરકાર આ મામલે વધુ વિગતો લઈને આવી છે.

કોવિન પ્લેટફોર્મમાં 29 માં દિવસે બીજા ડોઝની ઓટો શેડ્યૂલિંગની સુવિધાને દૂર કરવા માટે સુધારણા કરવામાં આવી છે. લાભાર્થીઓને તેમની સુવિધા અનુસાર ચારથી આઠ અઠવાડિયાના વિસ્તૃત અંતરાલમાં બીજી માત્રાની તારીખ નક્કી / પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે.

લાભાર્થીઓને પ્રથમ ડોઝની તારીખના છઠ્ઠા-આઠમા અઠવાડિયામાં બીજો ડોઝ લેવાની સલાહ આપવામાં આવે છે. આઠમા સપ્તાહથી આગળ વિલંબ ન કરવો તે સલાહ આપવામાં આવે છે કારણ કે તે લાભકર્તાને સંવેદનશીલ બનાવી શકે છે.

જો કોઈ એક આપમેળે બીજા ડોઝ માટે સુનિશ્ચિત થયેલ હોય, તો પણ લાભકર્તા વિસ્તૃત સમયગાળાની વચ્ચે અનુકૂળતા મુજબ એક દિવસ અને તારીખ પસંદ કરી શકે છે અને www.cowin.gov.in ની મુલાકાત લઈને એપોઇન્ટમેન્ટને શેડ્યૂલ કરી શકે છે.

સરકારે 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેકને રસી આપવાની શરૂઆત કરી છે.

  • 45થી વધુ વર્ષ કેટેગરીની કટઑફ તારીખ 1 જાન્યુઆરી, 1977 પહેલા જન્મેલા વ્યક્તિઓ માટે છે.
  • સિસ્ટમ સરળ બનાવવા માટે કોમોર્બિડિટીઝ કલમ દૂર કરવામાં આવી છે

રજિસ્ટ્રેશન 1 એપ્રિલથી શરૂ

કોવિન સિસ્ટમ 1 એપ્રિલ 2021 થી 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓની એપોઇન્ટમેન્ટના બુકિંગ માટે ઓપન રહેશે. આવી વ્યક્તિઓની ઓનસાઇટ નોંધણી પણ 1 એપ્રિલ, 2021 થી માન્ય રહેશે.

કોરોના

રસીની કમી નથી

  • દેશમાં કોરોનાની રસીની કમી નથી. લોકોએ બિનજરૂરી રીતે ગભરાવું જોઈએ નહીં.

રસીકરણ પછીનું પ્રમાણપત્ર મેળવો

-આ રસીકરણ, લાભાર્થીઓએ રસીકરણ પ્રમાણપત્રની હાર્ડ કોપી અથવા ડિજિટલ કોપી / લિંક મેળવવાનો આગ્રહ રાખવો આવશ્યક છે.

ખાનગી હોસ્પિટલોમાં, પ્રાપ્તકર્તાઓ પાસેથી લેવામાં આવતી ફીમાં આનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે તેની ખાતરી કરવા માટે 30 મિનિટના નિરીક્ષણ અવધિનો ઉપયોગ કરી શકે છે. તેના વિના ઘરે પાછા ન ફરો.જો હોસ્પિટલ કોઈ સર્ટિફિકેટ આપતું નથી, તો લાભાર્થી ટોલ ફ્રી નંબર 1075 પર ફરિયાદ નોંધાવી શકે છે.

ફરિયાદ માટે 1075 પર કોલ કરો

જો કોઈ લાભકર્તાએ કોવિન પર રસીકરણ માટે ઓનલાઇન અપોઈન્મેન્ટ લીધી હોય, તો ખાનગી અથવા જાહેર હોસ્પિટલોમાં આગળ કોઈ અપોઈન્મેન્ટ લેવાની જરૂર નથી. જો કોઈ પણ હોસ્પિટલ રસીકરણની આ માર્ગદર્શિકાઓનું પાલન ન કરતી જોવા મળે તો કોઈપણ વ્યક્તિ ટોલ-ફ્રી નંબર 1075 પર ફરિયાદ નોંધાવવી શકો છો.

લોકોએ ફક્ત રજિસ્ટ્રેશન કરાવવું પડશે

કોરોના વેક્સિનેશનને લઈને ભારત સરકારે મોટો નિર્ણય કર્યો છે. દેશમાં એક એપ્રિલથી વૈક્સિનેશનનો દાયરો વધારવામાં આવશે. હવે 45 વર્ષની મોટી ઉંમરના દરેક લોકોને કોરોના વૈક્સિન લગાવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સમાં આ પ્રકારની જાહેરાત કરતા કહ્યુ હતું કે, લોકોને ફક્ત પોતાનું રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે અને સરળતાથી સરકારી-પ્રાઈવેટ સેન્ટર્સ પર વૈક્સિન મળી જશે.

અત્યાર સુધી 60 વર્ષથી મોટી ઉંમરના લોકોને અપાતી હતી રસી

આપને જણાવી દઈએ કે, અત્યાર દેશમાં સ્વાસ્થ્યકર્મીઓ, કોરોના વોરિયર્સની સાથે સાથે 60 વર્ષથી વધારે ઉમરના લોકો, 45 વર્ષથી વધુ ઉંમરના (ગંભીર બિમારીથી પીડિત) લોકોને વૈક્સિન લગાવામાં આવી રહી છે.

પ્રેસ કોન્ફરન્સમાં પ્રકાશ જાવડેકરે જાણકારી આપી છે કે, દેશમાં અત્યાર સુધીમાં 4.85 કરોડો લોકોને વેક્સીન લગાવાઈ ચુકી છે. જ્યારે લગભગ 80 લાખ લોકો કોરોનાનો બીજો ડોઝ લઈ ચુક્યા છે. દશમાં કુલ 32 લાખ કોરોના વૈક્સીનના ડોઝ લગાવામાં આવ્યા છે.

આ કારણે સરકારે પહેલી એપ્રિલથી 45 વર્ષ કરતા વધારે ઉંમરના લોકોને વેક્સિન લેવાની મંજૂરી આપી છે. હાલ દેશમાં 10,000 સરકારી સેન્ટર્સ અને હજારો પ્રાઈવેટ સેન્ટર્સ પર કોરોના વેક્સિન અપાઈ રહી છે. સરકારી સેન્ટર્સ પર ફ્રીમાં વેક્સિન ડોઝ અપાઈ રહ્યો છે જ્યારે પ્રાઈવેટ સેન્ટર પર પ્રતિ ડોઝના 250 રૂપિયા ચાર્જ લેવામાં આવી રહ્યો છે. ભારતમાં કોરોના મહામારી સતત વકરી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે મંગળવારે રસીકરણ અભિયાન લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે મંગળવારે જણાવ્યું હતું કે, દેશમાં ૧લી એપ્રિલથી ૪૫ વર્ષથી વધુ વયના બધા જ લોકો કોરોનાની રસી મેળવી શકશે. દરમિયાન દેશમાં મંગળવારે એક જ દિવસમાં કોરોનાના ૪૦ હજારથી વધુ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૧૬ કરોડ અને એક્ટિવ કેસ ૩.૪૫ લાખને પાર થઈ ગયા છે. મંગળવારે કોરોનાથી વધુ ૧૯૯નાં મોત સાથે મૃત્યુઆંક ૧.૬૦ કરોડ થયો છે. કોરોનાના કેસ વધતાં કેન્દ્ર સરકારે રાજ્યોને આરટી-પીસીઆર ટેસ્ટ અને રસીકરણની ગતિ વધારવા નિર્દેશ આપ્યા છે.

કેબિનેટની બેઠક પછી કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, દેશમાં હવે ૪૫ વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ કોરોનાની રસી મેળવી શકશે. કેન્દ્રની અગાઉની ગાઈડલાઈન મુજબ અત્યાર સુધી ૪૫ વર્ષની વધુ વયની વ્યક્તિને કોઈ ગંભીર બીમારી હોય તો જ તે રસી મેળવવા યોગ્ય હતો. જાવડેકરે રસી લેવા માટે યોગ્ય બધા જ લોકોને રસીકરણ અભિયાનમાં જોડાવા માટે નોંધણી કરાવવા અને નિયત સમયે રસી લેવા માટે વિનંતી કરી હતી. 

એપ્રિલ સુધી આવી ગયા નવા નિયમો

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવાથી કેન્દ્ર સરકારે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આરટી-પીસીઆર ટેસ્ટ  વધારવા, ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવા અને બધા જ અગ્રતાના વયજૂથને આવરી લેતાં રસીકરણ અભિયાન વધારવા નિર્દેશ આપ્યા છે. ગૃહમંત્રાલયે બધા જ રાજ્યોને એપ્રિલ મહિના માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે, પોઝિટિવ કેસ અને તેમના સંપર્કોને ટ્રેક કરીને જિલ્લા તંત્રે સાવધાનીપૂર્વક કેન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવા જોઈએ અને માઈક્રો લેવલે કેન્દ્રની માર્ગદર્શિકાઓનું પાલન કરવું જોઈએ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33