GSTV
Gujarat Government Advertisement

ખુલાસો/ દુનિયામાં કોરોનાના 4 પ્રકારના વેરિએન્ટ પણ ભારતમાં મળેલો વેરિએન્ટ ખતરનાક, ૭૭૧ કેસ તો ચિંતાજનક

કોરોના

Last Updated on March 26, 2021 by

ભારતમાં કોરોના સંક્રમણના દરમાં વધારો થઇ રહયો છે તેના માટે વાયરસના નવો વેરિએન્ટ જવાબદાર હોવાની ચર્ચા થવા લાગી છે. કોરોના વાયરસની આ પ્રજાતિ દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ અને ઇંગ્લેન્ડમાં મળી હતી તેના કરતા જુદા પ્રકારની છે. નિષ્ણાતોનું માનવું છે કે આ નવા પ્રકારનો વેરીએન્ટ શરીરની કોશિકાઓ સાથે જોડાવા માટે જે પ્રોટિનનો ઉપયોગ કરે છે તેમાં બે મ્યૂટેશન જોવા મળ્યા છે. વાયરસમાં થયેલું આ જીનેટિક પરીવર્તન જોખમી છે કારણ કે તેની મદદથી વાયરસ સરળતાથી ફેલાઇ શકે છે અને ઇમ્યૂન સિસ્ટમથી પણ બચી જાય છે.

મહારાષ્ટ્રથી લેવામાં આવેલા સેમ્પલમાં નવો વેરિએન્ટનું ૧૫ થી ૨૦ ટકા પ્રમાણ

જો કે આ નવો વેરિએન્ટ વર્તમાન સમયમાં કોરોના સંક્રમણ માટે જવાબદાર છે તે કહેવું અઘરું છે. આરોગ્ય મંત્રાલયે પણ એક નિવેદનમાં નવો વેરિએન્ટ મહારાષ્ટ્રથી લેવામાં આવેલા સેમ્પલમાં ૧૫ થી ૨૦ ટકા પ્રમાણ જોવા મળ્યું હતું. વર્તમાન સમયમાં મહારાષ્ટ્ર રાજય કોરોના વાયરસથી સૌથી વધુ સંક્રમિત બન્યું છે. દેશમાં કુલ કેસમાં ઉછાળો આવ્યો જેમાંના ૫૦ ટકાથી વધુ મહારાષ્ટ્રમાં જોવા મળે છે. પ્રાપ્ત માહિતી મુજબ કોરોના વાયરસના નવા વેરિએન્ટનું સંક્રમણ નાગપુરમાં પણ ધ્યાનમાં આવ્યું હતું. નાગપુરમાં એક સમયે સૌથી ઓછું સંક્રમણ જોવા મળતું હતું પરંતુ બદલાયેલી પરીસ્થિતિમાં લોકડાઉન લાદવાની ફરજ પડી છે.

કોરોના

ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોનાનો નવો વેરીએન્ટ

આથી નિષ્ણાતોનું માનવું છે કે નવો વેરીએન્ટ ખૂબજ ઝડપથી ફેલાતો હશે. કોરોના મહામારી દરમિયાન વાયરસ મ્યૂટેટ થતો રહયો છે પરંતુ તેમાંનો કયો વેરિએન્ટ ખૂબ ઝડપથી ફેલાય છે અને લોકોમાં સંક્રમણ ફેલાવે છે તે જાણવું જરુરી છે. સ્ટડી માટે ૧૮ રાજયોમાંથી કુલ ૧૦૭૮૭ સેમ્પલ લેવામાં આવ્યા જેમાં ૭૭૧ કેસ નવા પ્રકારના વેરિએન્ટના જોવા મળ્યા છે. ૭૩૬ યુ કે બેઝ વેરિએન્ટ, ૩૪ દક્ષિણ આફ્રિકન અને ૧ કેસ બ્રાઝિલના વેરિએન્ટનો ધ્યાનમાં આવ્યો છે.

કોરોના

દુનિયામાં ૩ થી 4 પ્રકારના વેરિએન્ટ જોવા મળ્યા, ભારતમાં જોવા મળેલો વેરિએન્ટ ચિંતાજનક

અત્યાર સુધી દુનિયામાં ૩ થી 4 પ્રકારના વેરિએન્ટ જોવા મળ્યા છે જેમાં ભારતમાં જોવા મળેલો વેરિએન્ટ ચિંતાજનક હોવાનું માનવામાં આવે છે. ગત વર્ષ કોરોના સંક્રમણ ફેલાયું હતું તેવી જ જેટ ઝડપે કોરોના સંક્રમણના કેસ વધતા જાય છે. જે લોકોએ ખૂબ કાળજી લઇને પોતાને સંક્રમણથી બચાવ્યા હતા તેઓ પણ કોરોના વાયરસનો ભોગ બની રહયા છે.

લોકોમાં હવે કોરોના વાયરસને લઇને ડર ઓછો થયો છે પરંતુ કોરોના ઓછો થયો નથી. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવતું નથી. જો કે નવા વેરિએન્ટના લીધે હાલમાં કોરોના સંક્રમણના કેસ વધ્યા છે તેની આરોગ્ય મંત્રાલય દ્વારા કોઇ જ જાહેરાત કે પુષ્ઠી કરવામાં આવી નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33