GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા કહેરના કારણે મધ્ય પ્રદેશની તમામ બોર્ડર સીલ કરાઈ

Last Updated on April 4, 2021 by

સમગ્ર ભારતમાં કોરોના વાયરસના નવા કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં  કોવિડ-19ના 93,000થી વધારે નવા કેસ નોંધાય ચુક્યા છે. છેલ્લાં 24 કલાકમાં 513 લોકોના મોત થયા છે. તો બીજી તરફ કેટલાંક રાજયમાં ખૂબજ ઝડપીથી કોરોના કેસ વધી રહ્યા છે. જો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો ગઈકાલે મહારાષ્ટ્રમાં 49,000 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. છત્તીસગઢમાં 58,000થી વધારે કેસ નોંધાયા છે. જ્યારે રાજધાની દિલ્હીમાં 35,000 હજારથી વધારે કેસ નોંધાયા છે.

મધ્ય પ્રદેશની તમામ બોર્ડર સીલ

મહત્વનું છે કે અત્યાર સુધીમાં 7, 59, 79, 651 લોકોએ રસીનો ડોઝ લીધો છે. મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં કોરોની વકરી રહેલી સ્થિતિના કારણે મધ્યપ્રદેશ સરકારે મધ્ય પ્રદેશની તમામ બોર્ડર સીલ કરી દીધી છે. તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામતા  અંહી પણ ઘોરણ 9 થી 12 ધોરણનું શિક્ષણ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30