GSTV
Gujarat Government Advertisement

દિલ્હીમાં કોરોનાનું ખતરનાક રૂપ: સર ગંગારામ હોસ્પિટલમાં એક સાથે 37 ડોક્ટર્સ આવ્યા કોરોના પોઝિટીવ, તમામે લીધી હતી રસી

Last Updated on April 9, 2021 by

દિલ્હીની ખ્યાતનામ હોસ્પિટલ સર ગંગારામ હોસ્પિટલના 37 ડોક્ટર્સ કોરોનાથી સંક્રમિત થયાં છે. આ તમામ ડોક્ટર્સે રસી લીધેલી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, 32 ડોક્ટર્સ હોમ કોરોન્ટાઈનમાં છે. જ્યારે 5 ને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

કોરોના ગત રેકોર્ડ તોડતા સમગ્ર દેશમાં તબાહી મચાવી રાખી છે. ગુરૂવારે 1 લાખ 26 હજારથી વધારે નવા કેસ આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 685 મોત નોંધાયેલા છે. જેને લઈને દેશના અમુક શહેરોમાં ટોટલ લોકડાઉન તથા મોટા ભાગની જગ્યાએ નાઈટ કર્ફ્યૂ લગાવાઈ ચુક્યુ છે.

દિલ્હીમાં સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને હાલમાં કહ્યુ હતું કે, સંક્રમણ દર મહારાષ્ટ્રમાં 25 ટકા, છત્તીસગઢમાં 18 ટકા, જે ઘણા બધા રાજ્યોમાં 10 ટકાથી ઉપર છે. દિલ્હીમાં તે 6 ટકા, ક્રોસ કરી ચુક્યો છે. સમગ્ર દેશમાં એક રીતે ટ્રેંડ પર ચાલી રહ્યુ છે. શહેરોમાં સૌથી વધારે અને ગ્રામિણ વિસ્તારોમાં થોડો ઓછો છે. જેટલા પણ શહેરો છે, તેમાં લગભગ એક અઠવાડીયુ આગળ ટ્રેંડ ચાલી રહ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33