GSTV
Gujarat Government Advertisement

સરકારનો જ ખુલાસો/ મોટી મોટી વાતો વચ્ચે પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યાં છે ગુજરાતના આટલા માછીમારો

Last Updated on March 25, 2021 by

ગુજરાત સરકારે ગુરૂવારે વિધાનસભામાં જણાવ્યું કે પાડોશી દેશ પાકિસ્તાનની જેલમાં રાજ્યનાં 345 માછીમારો બંધ છે, જેમાંથી 248 માછીમારોને છેલ્લા 2 વર્ષમાં પકડવામાં આવ્યા છે, રાજ્યનાં મત્સ્ય વિભાગનાં પ્રધાન જવાહર ચાવડાએ કોંગ્રેસનાં ધારાસભ્ય શૈલેશ પરમારનાં સવાલમાં પોતાનો લેખિત જવાબ આપતા આ માહિતી આપી છે, તેમણે જણાવ્યું કે 31 ડિસેમ્બર 2020 સુધી પાકિસ્તાની જેલોમાં 345 માછીમારો બંધ છે, જેમાંથી 248 છેલ્લા 2 વર્ષમાં પકડવામાં આવ્યાં છે. વર્ષ 2019માં 85 અને 2020 માં 163 માછીમારો પકડાયા હતાં.

Fishermen

એક સંબંધિત પ્રશ્નનાં જવાબમાં પ્રધાને કહ્યું કે સરકારે પોરબંદરમાં માછીમારોને પોતાની નૌકાઓમાં જીપીએસ લગાવવા માટે 37.70 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવી છે, અત્રે ઉલ્લેખનિય છે કે અરબ સાગરમાં માછલી પકડતી વખતે આંતરરાષ્ટ્રિય સીમા રેખા પાર કરવા પર પાકિસ્તાની રેન્જર્સ અવારનવાર ગુજરાતનાં માછીમારોને પકડી લે છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33