GSTV
Gujarat Government Advertisement

ચૂંટણી પર્વ/ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની રવિવારે ચૂંટણી, 2015થી માહોલ અલગ

Last Updated on February 27, 2021 by

ગુજરાતમાં તાલુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું રવિવારે મતદાન યોજાશે. જે માટે ઇવીએમ સહિત ચૂંટણી સાહિત્યને મતદાન મથકો સુધી પહોંચાડવાની અંતિમ કાર્યવાહી કરાઇ છે. ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થશે. જે માટે ગુજરાત પોલીસ પણ સજ્જ છે. ચૂંટણી બંદોબસ્ત માટે ૨૬ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને એસઆરપીની ૬૫ કંપની તૈનાત કરાઇ છે. ૯૭ આંતર રાજય અને ૪૩૭ આંતરિક ચેકપોસ્ટ બનાવાઈ છે. જેથી નજર રાખી શકાય.

ચૂંટણી

રવિવારે ૫૪૮૧ બેઠકો માટે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિત કુલ ૨૨,૧૭૦ ઉમેદવારો મેદાનમાં છે.  આવતીકાલે રાજ્યના 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકાની 4774 બેઠકો, 81 પાલિકાની 2720 બેઠકોની સામાન્ય તથા ત્રણ તાલુકા 13 પાલિકાની 17 બેઠકોની પેટાચૂંટણી યોજાશે. અત્રે એ યાદ રાખવું પણ જરૂરી છે કે 25 જિલ્લા અને 117 તાલુકાની 95 બેઠકો બિનહરીફ થઈ છે. ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો આવતીકાલે અંતિમ તબક્કો છે. જેના પરિણામો 2જી માર્ચના રોજ જાહેર થશે. રાજ્યની 8200થી વધુ બેઠકો પર 22,200 કરતાં વધુ ઉમેદવારોનું ભાવિ આવતીકાલે ઈવીએમ કેદ થશે. કોંગ્રેસ-ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ છે. ભાજપ માટે 2015 કરતાં હાલમાં ઉજળી સ્થિતિ છે.

2015માં પાટીદારોને પગલે કોંગ્રેસનો દબદબો હતો

ગત 2015માં પાટીદાર આંદોલન વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતોમાંથી ભાજપ 23થી વધુ જિલ્લા પંચાયતો કોંગ્રેસના ફાળે ગઈ હતી. જેમાં પાટીદારોનું રોલર ફળી વળ્યું હતું. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું. આમ 2015નો માહોલ અને હાલનો માહોલ હાલમાં અલગ છે. ભાજપને આશા છે કે મોટા ભાગની જિલ્લા પંચાયતમાં કેસરિયો લહેરાશે.

ભાજપ

નગરપાલિકામાં 95 બેઠકો બિનહરીફ

81 નગરપાલિકાની 2,524 બેઠકો માટે ભાજપના 2,555 અને કોંગ્રેસે 2,247 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આપ દ્વારા 719 ઉમેદવારો મેદાનમાં છે અને અન્ય 1,724 જેટલા મળીને કુલ 7,245 ઉમેદવારો મેદાનમાં છે. 2,524 બેઠકમાંથી 95 બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી છે. નગર પાલિકામાં ાલમાં ભાજપનો દબદબો છે. ભાજપ આ દબદબો જાળવી રાખવા માગે છે.

શુક્રવારે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં ભાજપના મોટા નેતાઓએ મતદારોને રીઝવવા માટે અંતિમ તબક્કાનો ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. ભાજપના દિગ્ગજ નેતાઓએ રેલી તથા રોડ શો કરીને મતદારોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગર પાલિકાની ચૂંટણીના મતદાન માટે પોલીસે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.

કોંગ્રેસ

તાલુકા પંચાયતમાં 4,774 બેઠકો પર યોજાશે ચૂંટણી

તાલુકા પંચાયતની 4,774 બેઠકો પર ભાજપ દ્વારા 4,652 કોંગ્રેસ દ્વારા 4,594 આપ દ્વારા 1,067 અન્ય 1,952 મળીને કુલ 12,265 ઉમેદવારો મેદાનમાં છે. 4774 બેઠકો પૈકીની 117 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે.

જિલ્લા પંચાયતમાં 2,655 ઉમેદવારો મેદાને

31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર ભાજપના 9,54 કોંગ્રેસના 9,37 આપના 304 અન્ય 460 મળીને કુલ 2,655 ઉમેદવારો મેદાનમાં છે અને 25 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે.

મતદાન અને મતગણતરી શાંતિપૂર્ણ થાય તે માટે પોલીસ ખડેપગે છે. જેમાં ૨૬ હજાર કોન્સ્ટેબલ અને ૨૮૦૦ અધિકારી ફરજ બજાવશે. ૧૩ DySP અને ૬૫ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. સેન્ટ્રલ પેરામિલેટ્રી ફોર્સની ૧૨ કંપનીઓ ખડેપગે રહેશે. સંવેદનશીલ વિસ્તારની ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી છે અને નાસતા ફરતા ૧૯૮૦ આરોપીને પકડીને લોકઅપ ભેગા કરાયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33