Last Updated on April 3, 2021 by
ગુજરાતમાં કોરોનાના કેસોએ આજદિન સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2640 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 11 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ-સુરત અને રાજકોટમાં 3-3 લોકોના મોત થયા છે.
રાજકોટમાં વધતા કોરોના કેસને કારણે રાજ્ય સરકારે 3 હજાર 400 ડોઝ રેમેડસિવિર ઈન્જેક્શન મોકલ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાનગી હોસ્પિટલ અને મેડિકલ સ્ટોરમાં રેમડેસિવિલર ઈન્જેક્શનનું વિતરણ કર્યુ છે.
રાજકોટની ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને આ રેમડેસિવિર ઈન્જેક્શન મોકલવામાં આવશે. જરૂર પડ્યે વધુ ઈન્જેક્શનનો જથ્થો મોકલવામાં આવશે. રાજકોટમાં ઈન્જેક્શનની માંગ સામે આવક પણ વધી છે.
તો બીજી બાજુ, ભરૂચ અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થઇ થયું છે. તો આજદિન સુધીમાં કુલ 4539 લોકોના મોત થઇ ચૂક્યા છે.હજુ પણ 158 દર્દીઓની હાલત ગંભીર છે જેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે…તો રાજ્યમાં કુલ 13559 લોકોની કોરોનાની સારવાર ચાલી રહી છે….છેલ્લા 24 કલાકમાં કુલ 2066 દર્દીઓ સાજા થતા આજદિન સુધીમાં કુલ 2 લાખ 94 હજાર 650 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે..ત્યારે નજર કરીએ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયેલા કેસો પર તો…
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31