GSTV
Gujarat Government Advertisement

ચેતજો/ કોરોનામાંથી સ્વસ્થ થઇ ગયાં તો ચિંતામુક્ત ના થઇ જતાં, આટલા ટકા લોકોને ફરી સંક્રમિત થવાનું જોખમ

કોરોના

Last Updated on April 12, 2021 by

દેશમાં કોરોનાની નવી લહેરે હાહાકાર મચાવી દીધો છે ત્યારે ચિંતા વધારનારુ વધુ એક તારણ એક રિસર્ચ રિપોર્ટમાં સામે આવ્યુ છે. ઈન્સ્ટિટ્યુટ ઓફ જિનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજીના એક નવા સ્ટડીમાં દાવો કવામાં આવ્યો છે કે, જે દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હોય તેમના શરીરની અંદર કુદરતી રીતે ઈમ્યુનિટ સર્જાય છે અને તે થોડા સમય માટે બની રહે છે પણ અગાઉ કોરોનાથી સંક્રમિત થયા હોય તેવા 20 થી 30 ટકા લોકોમાં 6 મહિના બાદ આ ઈમ્યુનિટી રહેતી નથી.આમ આવા લોકો ફરી કોરોનાથી સંક્રમિત થાય તેવી શક્યતા વધી જાય છે.

કોરોના

ઈમ્યુનિટી બીજા 6 મહિના સુધી દર્દીને કોરોના સામે 80 ટકા રક્ષણ આપી શકે છે

એક અંગ્રેજી અખબારે આ રિસર્ચ કરનાર સંસ્થાના ડાયરેક્ટર ડો.અનુરાગ અગ્રવાલના હવાલાથી પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે, આ સંશોધનમાં 6 મહિના લાગ્યા હતા અને તેમાં ખબર પડી છે કે, અગાઉ કોરોનાનુ સંક્રમણ લાગ્યુ હોય અ્ને દર્દી સાજો થયો હોય તો તેના શરીરમાં ઉત્પન્ન થતી ઈમ્યુનિટી બીજા 6 મહિના સુધી દર્દીને કોરોના સામે 80 ટકા રક્ષણ આપી શકે છે.અગાઉ સાજા થયેલા દર્દીઓ પૈકી 20 થી 30 ટકામાં આ ઈમ્યુનિટી 6 મહિના પછી જોવા મળી નથી.

કોરોના

કદાચ આ સંશોધનના કારણે એ જાણવામાં મદદ મળશે કે અગાઉ મુંબઈ જેવા શહેરોમાં મોટી સંખ્યામાં લોકો કોરોના ગ્રસ્ત થયા હતા અને આમ છતા બીજી લહેરમાં કેમ સંક્રમણથી રાહત મળી રહી નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33