Last Updated on March 6, 2021 by
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્થતંત્રને ફરી પાટા ઉપર લાવવા તંત્ર તરફથી મિલ્કતવેરો ભરપાઈ ના કરતા કરદાતાઓની મિલ્કતો સીલ કરવામાં આવી રહી છે.શુક્રવારે ચાર ઝોનમાં કુલ મળીને 239 મિલ્કતોને ટેકસ ભરવામાં ન આવતા સીલ કરવામાં આવી છે. સૌથી વધુ ઉત્તર- પશ્ચિમ ઝોનમાં 90 મિલ્કતો સીલ કરવામાં આવી છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ઉત્તરઝોનમાં બેન્ક,જીમખાના ઉપરાંત નરોડા જીઆઈડીસી સહિતના અન્ય વિસ્તારોમાં આવેલી ફેકટરીઓ અને ઈન્ડસ્ટ્રીયલ એકમો પણ વેરો ભરવામાં ન આવતા સીલ કરવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહીતી મુજબ,શુક્રવારે ઉત્તર ઝોનમાં જે મિલ્કતો સીલ કરવામાં આવી છે.એ પૈકી કૃષ્ણનગર વોર્ડમાં આવેલી એક બેન્ક ઉપરાંત હીરાવાડીમાં આવેલી હોટલને મિલ્કતવેરો ભરવામાં આવતો ન હોવાથી સીલ કરવામાં આવી છે.
સરદારનગરના એ-વોર્ડમાં આવેલા જીમખાના તથા નરોડા જીઆઈડીસી વોર્ડમાં આવેલા નવ જેટલા ઈન્ડસ્ટ્રીયલ એકમો તેમજ ફેકટરીઓને સીલ કરવામાં આવી છે.ઉત્તરઝોનમાં કુલ 1178 ડીફોલ્ટર્સને નોટીસ આપવામાં આવી છે.શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 90 મિલ્કતો સીલ કરવામાં આવી છે.
થલતેજ-શીલજ રોડ ઉપર આવેલા ટાઈમ્સ સ્કવેરની 35 મિલ્કતો તથા એસ.જી.હાઈવે ઉપર આવેલા બાલા સ્કવેર,અવની પ્લાઝા,સર માઉન્ટ કોંપલેકસની દસ મિલ્કતો સીલ કરાઈ છે.વસ્ત્રાપુરમાં આવેલા અભીશ્રીની 21 મિલ્કતો સીલ કરવામાં આવી છે.
ઉપરાંત શૈલભી,હરમાની કોંપલેકસની નવ અને એસ.જી.મોલની 15 મિલ્કતો સીલ કરાઈ છે.દક્ષિણ-પશ્ચિમઝોનમાં જોધપુર, સરખેજ, મકતમપુરા અને વેજલપુરની 11 કોમર્શિયલ મિલ્કતોને મ્યુનિ.તંત્ર દ્વારા બાકી ટેકસ વસુલવા મામલે સીલ કરી છે.પશ્ચિમ ઝોનમાં 81 મિલ્કતો સીલ કરી 204 મિલ્કત ધારકોને છેલ્લી નોટીસ આપવામાં આવી છે.
કયા-કયા કોમ્પલેકસોની મિલકત સીલ કરાઈ?
શહેરના પશ્ચિમઝોનમાં આવેલા કોંપલેકસોમાં આવેલી મિલ્કતો પૈકી ઘણી મિલ્કતોને વેરો ભરવામાં ના આવતા મ્યુનિ.દ્વારા સીલ કરાઈ છે.આવા કોંપલેકસોમાં સુકનમોકલ,વિસત રોડ,સહજાનંદ પ્લાઝા,ભઠ્ઠા,કલ્પવૃક્ષ-એક,નવાવાડજ, અર્જુનગ્રેસ,નારણપુરા અને સ્વાગત સ્ટેટસ,મોટેરા સહીતના અન્ય કોંપલેકસોનો સમાવેશ થાય છે.
વસ્ત્રાપુરમાં એક જ માલિકીની 18 મિલકત સીલ
શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનના વસ્ત્રાપુરમાં અભીશ્રીમાં આવેલી 21 મિલ્કતો મિલ્કતવેરો ભરવામાં આવતો ના હોવાથી સીલ કરી છે.આ મિલ્કતો પૈકી 17 મિલ્કતોના ઓનર તરીકે સાર્થવ ઈન્ફ્રાસ્ટ્રકચર હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.આ ઉપરાંત અભીશ્રીમાં આવેલાં સ્ટર્લીંગ હોલીડે રીસોર્ટ,થલતેજમાં આવેલા ફાઈવ સ્ટાર નાઈટ એન્ડ સ્નેકસ,રીલાયન્સ રીટેઈલ અને ફયુઝન ડીજીટલની મિલ્કતો પણ ટેકસ બાકી હોવાથી સીલ કરાઈ હોવાનું મ્યુનિસિપલ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31