Last Updated on March 9, 2021 by
ગુજરાતમાં આજે ઉલટી ગંગા વહી છે. દરરોજ મહિલાઓ પતિના ત્રાસનો ભોગ બનતી હોવાના સમાચારો હેડલાઈનમાં હોય છે. આજે વડોદરા અને સુરતમાં એવી ઘટનાઓ ઘટી છે. જેમાં પત્નીઓ જવાબદાર હોવાની ચર્ચાઓ છે. વડોદરાના બાજવામાં એક યુવકે પત્નીના કારણે આપઘાત કરી લીધો છે. જેમાં તેણે પત્ની સામે ગંભીર આક્ષેપો કર્યો છે. આ જ પ્રકારે સુરતમાં ડિડોલી વિસ્તારમાં એક એકાઉન્ટે ટ્રેન નીચે પડતું મૂક્યું છે. જેના ખિસ્સામાંથી પણ એક સુસાઈડ નોટ મળી આવી છે. જેને પણ પત્નીને મૃતદેહ ના આપવો એવો ક્લિયર ઉલ્લેખ કર્યો છે. આમ પહેલીવાર એવું બન્યું છે કે પત્નીઓના કારણે બે પતિઓએ આત્મહત્યા કરી લીધી હોવાનું આ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. જોકે, ખરેખર એવી બાબત છે કે નહીં એ તો પોલીસ તપાસના અંતે ખબર પડશે પણ આ ઘટનાઓ કહી રહી છે કે જમાનો બદલાયો છે.
મને મરવા માટે મજબૂર કરનાર પત્નીને સજા થાય આ આત્મહત્યા નહીં મર્ડર
- પતિએ મરતાં પહેલાં લખી ચીઠ્ઠી કે મારો મૃતદેહ પત્નીને આપતાં નહીં
- મને મરવા માટે મજબૂર કરનાર પત્નીને સજા થાય આ આત્મહત્યા નહીં મર્ડર
- મને ત્રાસ આપ્યો છે કે નહીં મારા મોબાઈલમાંથી મળી જશે પૂરાવા
વડોદરાના બાજવાના કરચિયા ગામે વકીલાતનો અભ્યાસ કરતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. સિરિષ દરજી નામના યુવકે સ્યુસાઇડ નોટ લખી ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પત્નીના ત્રાસ તેમજ નાણાકીય ભીડને લીધે યુવકે છેલ્લું પગલું ભર્યાની આશંકા સેવાઈ રહી છે ત્યારે યુવકે આપઘાત પહેલાં લખેલી સ્યુસાઈડ નોટ પણ સામે એવી છે. જેમાં તેણે પોતાની પત્ની અને સાસુ-સસરા પણ ગંભીર આક્ષેપ લગાવ્યા છે.હું આત્મહત્યા કરી રહ્યો છું, તે આત્મહત્યા નથી, પણ મર્ડર છે. મને મરવા માટે મજબૂર કરનારા મારી પત્ની તથા તેના મા-બાપને સજા થાય, એવી મારી આશા છે. બીજી તરફ યુવાનની માતાએ પણ કેનાલમાં કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, લોકોએ તેમને બચાવી લીધા હતા.
મૃતક યુવાનના પિતા હસમુખભાઇ દરજીએ જણાવ્યું હતું કે, મારા દિકરા માટે મને ન્યાય જોઇએ છે, તેના માટે હું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું. મારા દિકરાની આત્મહત્યા માટે જવાબદારોને સજા થવી જોઇએ.
મારો મૃતદેહ પત્નીને આપવો નહિ તેવો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ
સુરતની ડિંડોલી વિસ્તારની સોસાયટીમાં રહેતા એકાઉન્ટન્ટે આપઘાત કર્યો છે. પારિવારિક ઝગડામાં લાગી આવતા ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યો હતો. યુવકના ખીસ્માંથી સ્યુસાઇટ નોટ મળી આવી હતી. મારો મૃતદેહ પત્નીને આપવો નહિ તેવો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. યુવકના મોતથી પરિવારમાં પત્ની, અને બે બાળકો સહિત માતા અને બહેન નોંધારા થયા છે. સમગ્ર મામવે પોલીસે તપાસ હાથ ધરી હતી. હેમંતના લગ્નને 13 વર્ષ થયાં છે. માતા બહેન સાથે રહે છે. હેમંતે પારિવારિક ઝઘડામાં આપઘાતનો રસ્તો અપનાવ્યો હોવાની આશંકા છે.મારી પત્નીને મારો મૃતદેહ આપવો નહીં, લખી અકાઉન્ટન્ટ પતિએ ટ્રેન નીચે પડતું મૂકી મોતને વહાલું કર્યું છે. એટલું જ નહીં, પણ હેમંતે પર્સ, બાઇક, મોબાઈલ સહિતની તમામ વસ્તુઓ ઘરે છોડી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. અશોક નાગરેકર (મૃતકના બનેવી)એ જણાવ્યું હતું કે હેમંત નવીનચન્દ્ર પટેલ (ઉં.વ. 36, રહે. ડિંડોલી લક્ષ્મી નારાયણ વિભાગ-1) હીરા ઉદ્યોગમાં અકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. સંતાનમાં એક દીકરો અને 3 વર્ષની દીકરી છે. ‘હું આવું છું’ કહી સોમવારની રાત્રે ઘરેથી નીકળ્યો હતો.
સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો આજે છે ઘણો ચર્ચામાં
સુપ્રીમ કોર્ટે પત્ની પર હિંસાના આરોપી પતિને ધરપકડ પહેલા જામીન આપવાથી ઇનકાર કર્યો છે. આ સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું કે સાસરીમાં મહિલા પર હિંસા થાય છે તોના માટે મુખ્યરૂપે પતિ જવાબદાર હોય છે, ભલે હિંસા એના સબંધીઓ કરે.
શું છે સમગ્ર મામલો
દેશની સર્વેચ્ચ કોર્ટે એક વ્યક્તિની અરજી પર સુનાવણી ધરી હતી જેમાં આ તેના ત્રીજા લગ્ન અને મહિલાની બીજી લગ્ન હતા. લગ્નના એક વર્ષ પછી 2018માં તેમને એક બાળક થયું હતું. ગત વર્ષે જૂનમાં મહિલાએ લુધિયાણા પોલીસમાં પતિ અને સાસરી પક્ષવાળાની સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે દહેજની વધતી માંગને પુરી ન કરી શકવાથી પતિ, સસરા અને સાસુ ખરાબ રીતે મારે છે.
કેવો પુરુષ છો તમે? : CJI
જ્યારે પતિના વકીલ આગતરો જમાનત પર વાંરવાર ભાર મુક્યો તો સીજીઆઇની ખંડપીઠે જણાવ્યું કે તમે કેવા પુરૂષ છો? તમારી પત્નીનો આરોપ છે કે તમે તેનું ગળું દબાવીને તેની હત્યા કરવાના હતા. તેમણે વધુમાં જણાવ્યું કે તમે તમારી પત્નીની ઈચ્છા વિરુદ્ધ અને જબરદસ્તીથી ગર્ભપાત કરાવ્યો. તમે કેવા મર્દ છો જે પોતાની પત્નીને ક્રિકેટના બેટથી મારો છો?
જ્યારે મહાજને કહ્યું કે તેના ક્લાયંટના પિતાએ બેટથી મહિલાને માર માર્યો હતો તો સીજેઆઇના નેતૃત્વ વાળી બેંચે કહ્યું, તેનાથી ફરક નથી પડતો કે તમે (પતિ) હતાં અથવા તમારા પિતા જેમણે કથિત રૂપે બેટથી તેને માર માર્યો હતો. જ્યારે સાસરીમાં મહિલાને ત્રાસ આપવામાં આવે છે તો મુખ્ય રૂપે જવાબદારી પતિની બને છે. કોર્ટે શખ્સની અરજી ફગાવી દીધી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31