Last Updated on March 17, 2021 by
આજનો બુધવારનો દિવસ ભાજપ માટે મોટા આઘાત સમાન સાબિત થયો છે. ભાજપના 2 સાંસદોના નિધન થયા છે. સાંસદ રામસ્વરૂપ શર્માએ પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી છે. જયારે અન્ય એક પૂર્વ સાંસદ દિલીપ ગાંધીનું કોરોનાને કારણે નિધન થયું છે.
હિમાચલ પ્રદેશના મંડીથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ રામસ્વરૂપ શર્માનું શંકાસ્પદ મોત થયું છે. દિલ્હી સ્થિત તેમના નિવાસે તેમનું મોત થયું છે. તેમણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે. રામસ્વરૂપ શર્માના નિધન બાદ પાર્ટીએ આજે થનાર ભાજપ સંસદીય દળની બેઠક રદ્દ કરી દેવામાં આવી છે.
દિલ્હી સ્થિત આરએમએલ હોસ્પિટલ પાસે જ એક ફ્લેટમાં હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માનું છે. તેમના આ ઘરેથી જ તેમનો મૃતદેહ મળી આવ્યો છે. જોકે, તેમના આપઘાતનું કારણ હજુ જાણવા નથી મળ્યું.
એમપી ફ્લેટમાં કર્યો આપઘાત
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, સવારે લગભગ 8.30 વાગે તેમને જાણકારી મળી હતી કે આરએમએલ હોસ્પિટલ પાસે ગોમતી એપાર્ટમેન્ટ (એમપી ફ્લેટ)માં ભાજપ સાંસદે આત્મહત્યા કરી લીધી છે. જયારે સ્થળ પર અધિકારીઓ પહોંચ્યા તો સાંસદનો મૃતદેહ પંખે લટકતો મળી આવ્યો હતો. આત્મહત્યાનું કારણ અકબંધ છે. પોલીસ સમગ્ર મામલે તપાસમાં લાગી ગઈ છે.
સાંસદના કર્મચારીઓએ કહી આ વાત
દિલ્હી પોલીસને ભાજપ સાંસદ રામસ્વરૂપ શર્માના સ્ટાફે જણાવ્યું કે આજે સવારે જયારે તેઓ તેમનો રૂમ ખોલવા ગયા તો રૂમ અંદરથી બંધ હતો. વારંવાર બૂમો પાડવા છતાં તેમણે દરવાજો ન ખોલતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસના આવ્યા બાદ દરવાજો તોડવામાં આવ્યો. આ દરમ્યાન સાંસદનો મૃતદેહ પંખે લટકતો રહ્યો. ઘટના સ્થળે અનેક પોલીસ અધિકારીઓ પણ પહોંચી ગયા છે.
ભાજપે રદ્દ કરી સંસદીય દાળની બેઠક
ભાજપે સાંસદ રામસ્વરૂપ શર્માના નિધનને કારણે આજે થનારી પક્ષની સંસદીય દળની બેઠક પણ રદ્દ કરી દીધી છે.
મંડીથી સતત 2 વખત બન્યા હતા સાંસદ
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના જોગિંદરનગરના રહેનારા રામસ્વરૂપ શર્મા સતત બીજી વાર સાંસદ બન્યા હતા.તેઓ લાંબા સમય સુધી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સંકળાયેલ રહ્યા હતા. સાંસદ બન્યા પહેલા તેઓ મંડી જિલ્લા ભાજપ સચિવ અને બાદમાં હિમાચલ પ્રદેશ ભાજપ સચિવ પણ રહી ચુક્યા હતા. તેઓ હિમાચલ પ્રદેશ ફૂડ એન્ડ સિવિલ સપ્લાય કોર્પોરેશનના અધ્યક્ષ પણ રહી ચુક્યા હતા.
તો બીજી તરફ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા દિલીપ ગાંધીનું પણ નિધન થયું છે. તેઓ થોડા સમય પહેલા કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમને દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલીપ ગાંધી 69 વર્ષના હતા, વેચો અહમદનગર લોકસભા મતવિસ્તારના સાંસદ રહી ચુક્યા હતા. તેમણે આજે એટલે કે બુધવારે દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31