Last Updated on March 24, 2021 by
બરાબર એક વર્ષ પહેલા એટલે કે માર્ચ મહિનામાં તમામ ભારતીયો માટે ખૂબ જ વસમા દિવસો વેઠી રહ્યા હતા. કેમ કે, ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો હતો, જેને રોકવા માટે દુનિયાના અલગ અલગ દેશો પોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા હતા. ભારત પણ આ વાયરસની ચપેટમાં સપડાઈ ચુક્યુ હતું. ત્યારે આ વાયરસથી બચવા માટે લોકડાઉન અને જનતા કર્ફ્યુ એ બે જ વિકલ્પો હંગામી ધોરણે આપણી પાસે હતા.
ગુજરાતમાં ફરી એકવાર કોરોનાની જાણે ત્રીજી લહેર આવી છે. કોરોનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલાં જનતા કરફ્યુને એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યુ છે. એક વર્ષના અંતે જાણે હતાં ત્યાંને ત્યાં આવીને લોકો ઉભા હોય તેવી સ્થિતી પરિણમી છે ત્યારે સોશિયલ મિડીયામાં લોકોએ કોમેન્ટોનો મારો ચલાવી રહ્યાં છે. એવી કોમેન્ટ થઇ રહી છે કે, હવે દેશમાં આ દિવસો ય ઉજવાય તો નવાઇ નહીં, જેમ કે, 22મી માર્ચ રાષ્ટ્રીય થાળી વાટકા વગાડો દિન, રાષ્ટ્રીય જનતા કરફ્યુ દિવસ, 24મી માર્ચ રાષ્ટ્રીય લોકડાઉન દિન, 5મી એપ્રિલ દિવડા મીણબત્તી દિવસ.
- કોરોના સંક્રમિતની સારવારનું જોખમ વહોરીને રાજ્યમાં કુલ 52 આરોગ્યકર્મીએ પોતાના પ્રાણની આહુતિ આપી
- 7 એપ્રિલે શરૂ થઈ રાજ્યની સૌથી મોટી કોવિડ હોસ્પિટલ
- રાજ્યમાં કુલ 738 સ્થાન પર, જેમાં 419 હોસ્પિટલ અને 319 કોવિડ કેર, જેમ કે હોટલ અને હોસ્ટેલનો ઉપયોગ કરવામાં આવ્યો
- રાજ્યભરમાં કુલ 4442 તબીબોની સાથે અન્ય આરોગ્ય વિભાગનો અન્ય સ્ટાફ કોરોના સંક્રમિત થયો
- 1200 બેડની હોસ્ટિલમાં 25 વોર્ડ હતા, જ્યાં ડોકટર, નર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓ ઉનાળાની આકરી ગરમીમાં PPE પહેરી દર્દીની સારવાર કરી
- રાજ્યમાં 1280 મહિલા એવી હતી કે જેમને કોરોનાનું સંક્રમણ હતું અને તે સગર્ભા હતી
D-9 વોર્ડમાં આવ્યો પ્રથમ કેસ
ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસના D-9 વોર્ડમાં કોરોનાના પ્રથમ શંકાસ્પદ કેસની સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે 4 ફેબ્રુઆરીએ D-9 માં થાઇલેન્ડથી આવેલા આ શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો અને ન્યૂમોનિયા ડિટેક્ટ થયેલો હોવાનું જણાયું હતું. ત્યાર બાદ રાજ્યમાં સૌથી પહેલો કોરોના પોઝિટિવ કેસ રાજકોટમાં મળી આવ્યો
How many of you remember this moment??#JanataCurfew Anniversary pic.twitter.com/ofm5YxgKDT
— Simham single ga vastadi? (@likhiteshNBK_) March 22, 2021
ભારતમાં હવે 22 માર્ચની તારીખ એ જનતા કર્ફ્યૂના નામે ઓળખાવા લાગી છે. આ તારીખે ગત વર્ષે લોકોને કેટલાય સારા અને ખરાબ સંભારણા આપ્યા છે. વડાપ્રધાન મોદીની એક અપીલ અને આખો દેશ થંભી ગયો હતો. રસ્તાઓ સુમસામ, દુકાનોના શટર બંધ, વાહનોના પૈડા રોકાઈ ગયા, પાર્ક, મોલ, રેસ્ટોરંટ, દુકાનો, જાહેર રસ્તાઓ, સ્થળો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, હવાઈ અડ્ડા, આ તમામ વસ્તુઓ જાણે કોઈ અજાણી શક્તિએ તેના પર પકડ બનાવી હોય તેમ ટપોટપ બંધ થઈ ગયા હતા, એ કેમ આપણે ભૂલી શકીએ.19 માર્ચે પહેલો કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા બાદ તાકીદના ધોરણે અમદાવાદની સિવિલમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી. એ દિવસ હતો 7 એપ્રિલ, 2020નો. જ્યાં કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી, એ પછી અમદાવાદની એસવીપી હોસ્પિટલ અને રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલોમાં કોરોના સારવાર માટેની વ્યવ્સ્થા ઊભી કરવામાં આવી હતી.
22nd March Legends!
— شهيد الشيخ (@shahidsheik03) March 22, 2021
Go Corona Go
Go Back Go Back China Virus Go Back#JanataCurfew ???♂️ pic.twitter.com/zXis7NiX37
કોરોના વાયરસના કહેર બાદ દેશભરમાં લોકડાઉન લગાવામાં આવ્યું હતું. જે બાદ રસ્તાઓ પર કૂતરા અને કાગડા સિવાય કોઈ દેખાતુ નહોતું. ફક્ત સુરક્ષા જવાનો પહેરો આપી રહ્યા હતા. લોકો પોતાના જ ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા હતા. આખરે દરેકને આ મહામારી સામે જંગ જીતવાનો હતો. તેથી સૌ કોઈ પોત-પોતાની રીતે યોગદાન આપી રહ્યા હતા.કોરોનાની સારવાર દરમિયાન દર્દી સાથે સીધા સંપર્કમાં આવવાથી 52 હેલ્થવર્કરે પોતાનો જીવ ગુમાવ્યો, જેમાં તબીબ, નર્સ તથા અન્ય કર્મચારીઓ કે જેઓ સીધી રીતે કોરોનાની સારવારમાં જોડાયેલા હતા. જ્યારે રાજ્યભરમાં કુલ 4442 તબીબોની સાથે અન્ય આરોગ્ય વિભાગનો અન્ય સ્ટાફ કોરોના સંક્રમિત થયો
ત્યારે હવે આ કાળમુખા દિવસોને એક વર્ષ પુરૂ થવાની વરસી પર લોકોએ ટ્વિટર અને સોશિયલ મીડિયા પર ટ્રેડ ચલાવ્યા હતા. લોકો હજૂ પણ એ દિવસો ભૂલ્યા નથી, કે જ્યારે સમગ્ર દેશમાં વડાપ્રધાન મોદીની એક અપીલ પર તાળી, થાલી અને દીવડાઓ પ્રગટાવી સમગ્ર વિશ્વને એક મિશાલ બતાવી હતી.
On This day, last year…
— Aman Masih (@Aman_masih) March 22, 2021
Happy #JanataCurfew anniversary!! pic.twitter.com/6EmZxNJ9KT
24 કલાક સુધી સૂમસામ ભાસતા હતા રસ્તાઓ
જનતા કર્ફ્યૂના દિવસે સવારે 7 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી લોકો પોતાના ઘરોમાં કૈદ થઈ ગયા હતા. બજારોથી લઈને સાર્વજનિક જગ્યાઓ, વાહનો, ઓફિસો અને તમામ દુકાનો બંધ થઈ ગઈ હતી. જો કે, સુરક્ષા કર્મી, પ્રેસ, સ્વાસ્થ્યકર્મી અને સફાઈકર્મીઓ આ દિવસોમાં પણ મહેનત કરતા રહ્યા હતા. જનતા કર્ફ્યૂમાં પીએમ મોદીએ લોકોને કોરોના કમાંડોઝ (પ્રેસ, સ્વાસ્થ્યકર્મી, સફાઈકર્મી, પોલીસ)ને તાલી, થાળી અને દીવડા પ્રગટાવીને ધન્યવાદ કરવાની અપીલ કરી હતી. સાંજે 5 વાગ્યે લોકો પોતાના ઘરોની છત પર ચડીને સ્વાસ્થ્યકર્મી, મીડિયાકર્મીની સાથે સફાઈકર્મીઓના માનમાં તાળી અને થાળી વગાડી તેમના કામને બિરદાવતા દેખાયા હતા.
On this day, A year ago ??#JanataCurfew #lockdown pic.twitter.com/8oHqnnRLnZ
— Fukkard (@Fukkard) March 22, 2021
30 જાન્યુઆરીએ આવ્યો હતો પ્રથમ કેસ
ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ 30 જાન્યુઆરી 2020ના રોજ આવ્યો હતો. ત્યારે કોઈ જાણતુ નહોતું કે, કોરોનાનો અંત ક્યારે આવશે. લોકોને આશા હતી કે, આ વાયરસથી જલ્દી છૂટ મળી જશે. 2021 ચાલી રહ્યુ છે, પણ હજૂ આ વાયરસ જવાનું નામ નથી લેતો. ગત વર્ષે આપણે ભારતીયોએ આ વાયરસ સામે લડવા માટે મજબૂતી કામ લીધુ, તેની લડાઈ હજૂ પણ દેશમાં ચાલુ છે.રાજ્યમાં 1280 મહિલા એવી હતી કે જેમને કોરોનાનું સંક્રમણ હતું અને તે સગર્ભા હતી. તેમ છતાં ડોક્ટરોએ યોગ્ય રીતે સારવાર કરી હતી, જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 174 સગર્ભા મહિલાઓનો ઇલાજ થયો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31