GSTV
Gujarat Government Advertisement

મોટા સમાચાર/સરકારી વિભાગથી જ શરૂઆત, દેશમાં આ તારીખથી 15 વર્ષ જૂની ગાડીઓ બની જશે કબાડ

Last Updated on March 14, 2021 by

કેન્દ્ર સરકારે સ્ક્રેપિંગ નીતિ પર તેજીથી પગલુ ભર્યું છે. માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયના એક પ્રસ્તાવ મુજબ સરકારી વિભાગ 1 એપ્રિલ 2022થી પોતાના 15 વર્ષ જુના વાહનોનું રજીસ્ટ્રેશન રીન્યુ નહિ કરાવી શકે. હાલ આ પ્રસ્તાવ પર ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કરી તમામ હિતધારકો પાસે સલાહ માંગી છે. જો કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રાલયને અંતિમ રૂપ આપે છે તો આ વ્યવ્સ્થા સમગ્ર દેશમાં લાગુ થઈ જશે. મંજૂરી મળ્યા પછી નવા નિયમ તમામ સરકારી વાહનો પર પણ લાગુ થશે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશ, PSUs, મ્યુનિસિપલ અને તમામ ઓટોનોમલ સંસ્થાઓના વાહન શામેલ છે. ત્યાર બાદ સરકારી વિભાગ એક એપ્રિલ 2022 થી પોતાના 15 વર્ષથી જુના વાહનોનાનું પંજીકરણ અને નવીનીકરણ નહી કરી શકે.

એક એપ્રિલ જુના વાહનોનું નવીની કરણ નહી થાય

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું એક એપ્રિલ 2022ના સરકારી વિભાગે પોતાના 15 વર્ષથી વધુ જુના વાહનોનું નવીની કરણ નહી કરી શકે. આ મામલે અંશધઆરકોએ 30 દિવસમાં તેમની સૂચના, ટિપ્પણીઓ અને ફરીયાદની નકલ દાખલ કરવા આમંત્રણ આપ્યું છે.

આ પહેલા એક ફેબ્રુઆરી એ રજુ સામાન્ય બજેટમાં સરકારે (વોલેન્ટ્રી વેહિકલ સ્ક્રેપિંગ પોલિસી) વાહન કબાડ નીતિની ઘોષણા કરી હતી. જે હેઠળ ખાનગી વાહનોનું 20 વર્ષ પછી અને વાણીજ્યિક વાહનોના 15 વર્ષ પુરા થયા પછી ફિટનેસ પરીક્ષણ કરાવવું જરૂરી છે. આ ટેસ્ટ પાસ ન કરવા વાળા વાહન ચલાવવા પર દંડ લગાવવામાં આવશે. સાથે જ એવા વાહનોને જપ્ત કરી લેવામાં આવશે.

નવા રોજગાર પેદા થશે

નીતિન ગડકરીએ કહ્યું કે, સ્ક્રેપિંગ પોલિસીના કારણે 20 વર્ષમાં જૂના 51 લાખ વાહન સ્ક્રેપ થઇ જશે. જે પણ ગાડી સ્ક્રેપ કરશે તેઓ નવી ખરીદશે. એનાથી ઓટો ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળશે. તેમણે કહ્યું હતું કે આ પોલિસી લાગુ થવાથી 10 હજાર કરોડ રૂપિયાના નવા રોકાણ આવશે અને લગભગ 50 હજાર નવા રોજગાર પેદા થશે.

cars

તો આ મહિને નીતિન ગડકરીએ જણાવ્યુ કે, સ્ક્રેપિંગ નીતિ અપનાવનારા લોકોને નવી ગાડી ખરીદવા પર 5 ટકાની છૂટ મળશે. ગડકરીએ કહ્યુ કે, ભારતમાં દુનિયાના લગભગ મામ ઑટો બ્રાન્ડ હાજર છે. સક્રેપિંગ પોલીસીના કારણે ઑટો સેકટરની ઈકોનોમીનો આકાર 4.50 લઆખ કરોડથી વધીને 6 લાખ કરોડ રૂપિયા થઈ જશે.

કેન્રીય મંત્રીના જણાવ્યા મુજબ 15 વર્ષ જુના વાહનો નવા વાહનોની સરખામણીમાં 10થી 12 ટકા વધુ પ્રદુષણ ફેલાવે છે. તેમણે જણાવ્યું કે 1 કરોડથી વધુ વાહનો એવા છે જે સામાન્ય વાહનોની સરખામણીમાં 10થી 12 ગણું વધારે પ્રદુષણ ફેલાવે છે. સ્ક્રેપ પોલિસીથી વાહનોને કારણે થતા હવાના પ્રદુષણમાં 25થી 30% સુધીનો ઘટાડો થશે.

શું છે સ્ક્રેપ પોલીસીના ફાયદા

સ્ક્રેપ પોલીસીના ફાયદા જણાવતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે આ પોલિસીને કારણે આપણને સ્ટીલ રબર વગેરે મળશે, એલ્યુમિનિયમ મળશે. હવે દુનિયાના બીજા દેશોની સરખામણીમાં ઓછા ખર્ચે આ બધી વસ્તુઓ મેળવી શકાશે. સકરપ પોલિસીથી દેશમાં રિસાયકલ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળશે. હાલ આ બજાર અસંગઠિત છે. આ પોલિસીને કારણે ભંગારના બજારની સંગઠિત વ્યવસ્થાને પ્રોત્સાહન મળશે.

સ્ક્રેપિંગ પોલિસીના કારણે નવી ગાડીઓ આવશે અને નવા વાહન વધુ માઈલેજ આપશે. ત્યાં જ જુના વાહનોને બદલે ઈ-વાહનોની ખપત વધશે. એનાથી કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ આયાત બિલમાં ઘટાડો થવાની સંભાવના છે જે રાજકોષિય સ્થિતિ સારી બનાવે છે. ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે પાંચ વર્ષની અંદર ભારત દુનિયામાં ઓટોમોબાઇલના ઉચ્ચ શીર્ષ વિનિર્માણ કેન્દ્ર હશે. તેમણે કહ્યું, સૌર ઉર્જા ઉપલબ્ધ કરી અમે ઇલેક્ટ્રોનિક વાહનો માટે મોટા બજાર તૈયાર કરીશુ. મંત્રીએ વિદેશી રોકાણકારોને ભારતીય MSME ક્ષેત્રમાં રોકાણ કરવા માટે આમંત્રિત કર્યા અને ઉમ્મીદ વ્યક્ત કરી કે એનાથી MSME ક્ષેત્રને દુનિયાનો સૌથી મોટો બજાર વિનિર્માણ કેન્દ્ર બનવાનો મોકો મળશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33