GSTV
Gujarat Government Advertisement

હવે ગંભીર થવાની જરૂર: કોરોનાએ સુરતમાં 13 વર્ષના બાળકનો ભોગ લીધો, કોઈ લક્ષણો પણ નહોતા

Last Updated on April 6, 2021 by

સુરતમાં કોરોનાએ 13 વર્ષના બાળકનો ભોગ લીધો છે. મોટા વરાછામાં રહેતા ભાવેશભાઇ કોરાટના પુત્ર ધ્રુવને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાતા તે પોઝિટિવ આવ્યો હતો. જે બાદ ધ્રુવની તબિયત વધુ બગડતા તેમના સાચી ચાઇલ્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. જ્યાં પાંચ કલાકની સારવાર રાત્રે 1 વાગ્યે ધ્રુવનું મોત થતાં તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

અહીં મહત્વની અને ગંભીર કહી શકાય તેવી બાબત એ છે કે, ધ્રુવમાં કોરોના કોઇ જ લક્ષણો નહોતા. રવિવાર સુધી ધ્રુવ બિલકુલ સ્વસ્થ હતો અને તેને કોઇ તકલીફ પણ નહોતી. અહીં ઉલ્લેખનીય છે કે સુરતમાં 10 વર્ષનું અન્ય એક બાળક પણ વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યું છે. પુખ્ત વયના લોકો બાદ હવે બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી પ્રસરી રહ્યું છે. જે ગંભીર ચિંતાનો વિષય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33