Last Updated on April 2, 2021 by
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં 11 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોની સ્થિતિ ચિંતાજનક બની છે. 31 માર્ચના રોજ પૂર્ણ થઈ રહેલા પખવાડીયામાંથી આ રાજ્યોમાંથી 90 ટકા કેસો સામે આવ્યાં છે. વિશેષ રૂપથી મહારાષ્ટ્રની સ્થિતિ ઘણી ખરાબ છે. રાજ્યોની સલાહ દેવામાં આવી છે કે તાત્કાલીક વધતા કેસો અને મોતોને રોકવા માટે કડક પગલા લે.
રાજ્યો – કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા લેવામાં આવેલા પગલાની રિવ્યુ મીટિંગ બાદ કહેવામાં આવ્યું છે કે, સર્વિલન્સ સિસ્ટમ મજબુત બનાવવા અને કોરોનાને રોકવા માટે વધારે મહેનતની જરૂરત છે. સાથે જ વેક્સિનેશનની સ્પીડ વધારવાની રહેશે અને કોરોના સંબંધી નિયમોનુ કડકાઈથી પાલન કરાવવાનું રહેશે.
ટિયર 2 અને ટિયર 3 શહેરોમાંથી આવી રહી છે મુશ્કેલીઓ
મીટિંગમાં સામે આવ્યું છે કે, ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ વિસ્તારોમાં સંક્રમણ સિવાય ગ્રામિણ વિસ્તારો સુધી પહોચશે તો પ્રશાસનિક સ્તર ઉપર પરેશાનીઓ આવશે. તેનું કારણ ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય સુવિધાઓ સારી નહીં હોવાનું છે.
સ્વાસ્થ્ય વિભાગ ઉપર વિશેષ ધ્યાન આપવા અપીલ
કેબિનેટ સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને જણાવ્યું છે કે, કોરોનાની સ્પિડને રોકવા માટે રાજ્યમાં તમામ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે, સ્વાસ્થ્ય વિભાગ અને સુવિધાઓ ઉપર આ સમયે સૌથી વધારે ધ્યાન દેવાની જરૂરત છે.
કેન્દ્રએ જિલ્લાવાર રણનીતિ બનાવવા માટે કહ્યું
આ પહેલા કેન્દ્ર તરફથી હવે આ રાજ્યોમાં કોરોનાના લઈને જિલ્લાવાર રણનીતિ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. જો કે, એવા ઘણા રાજ્યોમાં સામે આવ્યો છે કે ક્યાંક જિલ્લામાં વધારે પ્રકોપ છે તો કેટલાકમાં ઓછો પ્રભાવ છે. તેવામાં જિલ્લાવાર રણનીતિ બનાવવા ઉપર રાજ્ય વઘારે કારગર રીતે કામ કરી શકશે. સાથે જ પ્રશાસનિક ખામીઓ ઉપર પણ ધ્યાન દેવા માટે કહેવામાં આવ્યું છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31