Last Updated on April 3, 2021 by
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા વિસ્ફોટક સ્થિતિનું નિર્માણ થયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સતત નવા કેસ દાખલ થઇ થયા છે. જ્યાં એક તરફ ગઈકાલે 130થી વધુ ઇમર્જન્સી કેસ આવ્યા હતા તો આ જ સિવિલ હોસ્પિટલમાં બાળકોના કોરોના પોઝિટિવ હોવાના કેસ પણ વધી રહ્યા છે.
બાળકોમાં પણ હવે કોરોનાનું સંક્રમણ વધતા ચિંતાજનક સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કુલ 11 બાળકો સારવાર હેઠળ દાખલ છે. જે પૈકી 7 બાળકો કોરોના પોઝિટિવ છે. જ્યારે કે 3 બાળકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો છે. તો 1 બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગંભીર બાળકોને સી.પેપ પર રાખવામાં આવ્યા છે.
વર્ષ 2020માં અઢીસોથી ત્રણસો બાળકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. તો વર્ષ 2021માં અત્યાર સુધી કુલ 7 બાળકો કોરાનાથી સંક્રમિત થયા છે. જેમાં દોઢ મહિનાનું બાળક, 3 મહિનાના તેમજ 6 મહિનાના બાળકોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. બાળકોમાં કોરોનાના લક્ષણોની વાત કરીએ તો તાવ આવવો, શરદી-ખાંસી થવી, ઝાડા-ઉલ્ટી થવા, પેટમાં દુખાવો, શ્વાસ ચડવા જેવા લક્ષણો જોવા મળ્યા.
ગુજરાતમાં કોરોનાના નવા પિકમાં ડોક્ટર તેમજ મેડકલ સ્ટાફ પણ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કુલ 12 ડોક્ટરોને કોરોનાનો ચેપ લાગ્યો છે. જે પૈકી 5 ડોક્ટર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 534 મેડિકલ સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયો છે. જેમાંથી અત્યાર સુધીમાં 4 લોકોના મોત પણ નિપજ્યા છે.
અમદાવાદમાં ગુડ ફ્રાઇડેના દિવસે શહેરમાં કોરોના વિસ્ફોટ થયો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં ઇમરજન્સીમાં 135 દર્દીઓ દાખલ થયા. સિવિલ હોસ્પિટલમાં હાલ 688 દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે. જે પૈકી 631 દર્દીઓ બારસો બેડની કોવિડ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે કે કિડની હોસ્પિટલમાં 50 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાના વધતા સંક્રમણને લેતા સિવિલમાં બેડની સંખ્યા વધારીને 1 હજાર 89 કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્સર વિભાગને પણ બેડ વધારવા માટે સૂચના આપવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31