Last Updated on April 10, 2021 by
ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોરોના મહામારી વચ્ચે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઇને રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. 8 મનપા વિસ્તારની શાળામાં પરીક્ષા નહી યોજાય. 15થી 30 એપ્રિલ દરમિયાન પરીક્ષા નહી યોજાય. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવતા વિધાર્થીઓ પરીક્ષા નહી આપી શકે. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવતા વિધાર્થીઓ માટે અલગ વ્યવસ્થા કરાશે. કન્ટેઇન્મેન્ટ ઝોનના વિધાર્થીઓ DEOની મંજુરી લેવી પડશે. પરીક્ષા બાબતે શિક્ષણ વિભાગનો પરિપત્ર સામે આવ્યો છે.
8 મહાનગરોમાં પરીક્ષા મોકુફ
ધો.10-12ની બોર્ડ પરીક્ષાને લઈને શિક્ષણવિભાગે નવા આદેશ આપ્યા છે. આ અગાઉ ગુજરાત બોર્ડે 15થી 17 એપ્રિલ સુધી ધો.10ની મરજીયાત વિષયોની થીયરી અને પ્રેકટિકલની પરીક્ષા શાળા કક્ષાએ લેવા સૂચના આપી હતી. પરંતુ કોરોનાને પગલે આઠ મહાનગરોમાં આ પરીક્ષા મોકુફ કરવામા આવી છે અને અન્ય શહેરો-ગામોમાં હવે 15થી 17 એપ્રિલને બદલે 15થી 30 એપ્રિલ સુધી લેવા માટે સૂચના આપવામા આવી છે.
આ શહેરોમાં પરીક્ષા મોકૂફ
10મી મેથી બોર્ડની પરીક્ષા શરૃ થતી હોય તે પહેલા સ્કૂલોને પરીક્ષા લઈને ગુણ ઓનલાઈન મોકલી દેવા સૂચના આપવામા આવી હતી. પરંતુ કોરોનાના સતત વધતા કેસોને પગલે બોર્ડે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ, જામનગર, ગાંધીનગર અને ભાનવગર સહિતના આઠ મહાનગરોમાં આ પરીક્ષા મોકુફ કરી દીધી છે. જ્યારે અન્ય શહેરો-ગામોની ધો.10ની સ્કૂલોમાં આ પરીક્ષા શાળા કક્ષાએ જ લેવાની રહેશે પરંતુ કોરોનાને લઈને વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે બોર્ડે પરીક્ષાના દિવસો વધાર્યા છે. હવે બોર્ડે સ્કૂલોને 15-30 એપ્રિલ સુધી પરીક્ષા લેવા પરિપત્ર કર્યો છે.
કોરોનાને કારણે પરિક્ષાઓ મોકૂફ
ધો.10માં ફરજીયાત મુખ્ય વિષયોની પરીક્ષા બોર્ડ દ્વારા લેવાય છે અને ચિત્ર, ઉદ્યોગ, સંગીત સહિતના ઘણા મરજીયાત વિષયોની પરીક્ષા શાળાએ પોતાની રીતે લેવાની હોય છે અને આ પરીક્ષાના ગુણ સ્કૂલ દ્વારા બોર્ડને મોકલી આપવામા આવે છે. આ મરજીયાત વિષયોની 50 ટકા પ્રેક્ટિકલ અને 50 ટકા થીયરીની પરીક્ષા હોય છે. આમ તો દર વર્ષે આ પરીક્ષા અગાઉથી જ એકેડમિક કેલેન્ડરમાં દર્શાવી દેવાય છે અને ફેબ્રુઆરીમાં લઈ લેવાતી હોય છે પરંતુ કોરોનાને પગલે કેલેન્ડર તૈયાર કરાયુ નથી અને બોર્ડે આ પરીક્ષા તમામ સ્કૂલોને 15-17 એપ્રિલ દરમિયાન લઈ લેવા સૂચના આપી હતી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31