Last Updated on March 31, 2021 by
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવનગર જિલ્લા પંચાયત કચેરીમાં 10 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સંક્રમણ વધતા કચેરી ખાતે તમામ કર્મચારીઓના રેપિડ ટેસ્ટ કરાયા. આ રેપિડ ટેસ્ટમાં કચેરીના 10 કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેકમ શાખા, હિસાબી શાખાના અનેક કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ કર્મચારીઓને હોમ આઇશોલેશનમાં મોકલાયા છે.
તો બીજી તરફ, નેતાઓ કોરોનાની ગાઈડલાઈનને નેવે મુકી બેફામ રીતે કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. આવું કઈક મહેસાણા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં બન્યુ. સામાન્ય સભા દરમ્યાન ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યુ. જોકે, અહીં આવેલા તમામ લોકો સોશિયલ ડિસ્ટંસ ભૂલી ગયા.
આવી બીજી ઘટના પાલિતાણામાં બની, અહીં પાલીતાણા એપીએમસીની ચૂંટણીમાં તમામ 16 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો વિજેતા બનતા જીતની ઉજવણી કરવામાં આવી. જે દરમ્યાન કોરોનાના નિયમોને નેવે મુકવામાં આવ્યા. તો આ તરફ રાજકોટની મધ્યસ્થ જેલ અને વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓને કોરોનાની રસી આપવામાં આવી. ત્યારે વડોદરા નજીક આવેલી નંદેસરી જીઆઈડીસીમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. મળતી માહિતી પ્રમાણે જીઆઈડીસીમાં 300થી400 લોકો પોઝિટિવ હોવાની આશંકા છે. ત્યારે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની હોસ્ટેલમાં તાત્કાલિક ધોરણે આઇસોલેસન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. હાલ કોરોનાનું સંક્રમણ વધ્યું છે જે રીતે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.. જેથી યુનિવર્સિટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31