GSTV
Gujarat Government Advertisement

જનતા કરફ્યુને એક વર્ષ પૂર્ણ, આજના જ દિવસે સાંજે 5 વાગે લોકોએ થાળીઓ વગાડી કોરોનાને ફેંક્યો હતો પડકાર

Last Updated on March 22, 2021 by

કોરોના કહેરને એક વર્ષ જેટલો સમય પૂરો થવા આવ્યો છે. ત્યારે આજના દિવસે એક વર્ષ પહેલા વડાપ્રધાનના આવાહનના પગલે લોકોએ સ્વયંભૂ જનતા કરફ્યુ પાળ્યો હતો. ત્યારબાદ લોકડાઉન આપવામાં આવ્યું હતું. જોકે એક વર્ષના સમયગાળા બાદ પણ કોરોના ની પરિસ્થિતિ માં આજે પણ જેમને તેમજ જોવા મળી રહી છે. ફરીવાર કોરોનાની લઈને સરકાર વિવિધ પ્રતિબંધ લગાવી રહી છે. જેને લઇને ભાવનગરના નાગરિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે.

જનતા કરફ્યુ

આજથી બરોબર એક વર્ષ પહેલા 22 માર્ચના રોજ સરકાર દ્વારા જનતા કર્ફર્યુંનું આહવાન કરવામાં આવ્યું. વડાપ્રધાનના એક આહવાનના પગલે લોકોએ સ્વયંભૂ કરફ્યુનું પાલન કર્યું હતું, અને ત્યારબાદ સરકાર દ્વારા લોકડાઉન આપ્યું તેનું પણ લોકોએ શિસ્તપણે પાલન કર્યું હતું.

જોકે સરકાર દ્વારા જનતા પર અનેક પ્રકારના પ્રતિબંધ મૂકવામાં આવ્યા, લોકોના સારા નરસા સામાજિક પ્રસંગો પર પ્રતિબંધ મૂકાયા. લોકોના હરવા-ફરવા પર પ્રતિબંધ મૂકાયા. લોકોની ખાણીપીણી પર પ્રતિબંધ મૂકાયા, શાળા કોલેજ બંધ કરવાઈ. કામધંધા બંધ કર્યા અને જેને એક વર્ષ જેટલો સમય પૂર્ણ થવા છતાં પણ આજે પરિસ્થિતિ જેમની તેમ જ જોવા મળી રહી છે. જો કે હવે કોરોનાની રસી આવી છે. પણ કેસોમાં કોઇ ફરક પડ્યો નથી. આજથી એક વર્ષ પહેલા જે લોકડાઉન અપાયું હતું તે જ પરિસ્થિતિ આજે ફરી જોવા મળી રહી છે. સરકાર ફરી એકવાર હવે એજ દિવસોમાં વિવિધ પ્રકારના પ્રતિબંધો લાદી રહી છે.

ભાવનગરમાં બાગ બગીચા, પાર્ક અને સ્વિમિંગ પુલ બંધ કરવામાં આવ્યા છે, અને રાત્રિ કરફ્યુ ની પણ વિચારણા કરવામાં આવી રહી છે, જેને લઇને જનતા આક્રોશ વ્યક્ત કરતા જણાવી રહી છે કે જ્યારે ચૂંટણીઓ હતી તેવા સમયે તમામ પ્રકારના પ્રતિબંધ હટી ગયા હતા અને રાજકીય લોકો પર કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવ્યા ન હતા. અને હવે જ્યારે ચૂંટણી પૂરી થઇ એટલે ફરી કોરોનાનો કહેર શરૂ થયો અને આમ જનતા ફરી દંડનો કોરડો વીંઝાઈ રહ્યો છે.

ગુજરાત સરકાર કહે છેકે લોકડાઉન નહીં આવે પરંતુ જેવી રીતે અનલોકની પ્રકિયા થઇ હતી તેવી જ રીતે ધીમે ધીમે પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે આ પ્રકારના ધીમી ગતિએ લાગતા પ્રતિબંધો લોકોને લોકડાઉન સમાન જ લાગી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33