GSTV
Gujarat Government Advertisement

મહામારીનું એક વર્ષ / કોરોના ટેસ્ટિંગના ચોંકાવનારા આંકડા, એક વર્ષમાં આટલા ટેસ્ટ થયાનો મોટો ખુલાસો

Last Updated on March 20, 2021 by

કોરોના મહામારી આવ્યાને એક વર્ષ પૂર્ણ થયું છે તેમ છતાં હજુ પણ કોરોના ટેસ્ટની કામગીરી રોકાવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં કોરોનાનો પહેલો કેસ પકડનાર અમદાવાદ બી. જે. મેડિકલ કોલેજમાં આજે પણ કોરોના ટેસ્ટનો સિલસિલો યથાવત છે. ત્યારે આવો જોઈએ કોરોના મહામારીના પ્રવેશ થી અત્યાર સુધી કોરોના ટેસ્ટની કામગીરી ક્યાં પ્રકારની રહી.

CORONA TEST ટેસ્ટિંગ

એક માત્ર બી. જે. મેડિકલ કોલેજને લેબ ટેસ્ટની મંજૂરી

કોરોના શબ્દ સાંભળી લોકો ડરી જતા હતા. આ વાયરસને પકડવા માટે ટેસ્ટ કરવા અત્યંત જરૂરી પણ હતા. તેવામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 8 ફેબ્રુઆરી 2020 થી કોરોના ટેસ્ટ કરવાની પરવાનગી રાજ્યની એક માત્ર બી. જે. મેડિકલ કોલેજની લેબને આપવામાં આવી. કોરોના ટેસ્ટની પરમિશન બાદ 19 માર્ચ કોરોના ટેસ્ટ માટેની પ્રક્રિયા શરૂ થઈ..જે આજે પણ યથાવત છે. અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા તેની માસ વાર વાત કરીએ તો

બી. જે. મેડિકલ કોલેજમાં કોરોના ટેસ્ટના આંકડા

મહિનોકોરોના ટેસ્ટની સંખ્યા
માર્ચ-એપ્રિલ ૨૦૨૦૧૭૯૮૧
મે ૨૦૨૦૨૧૫૨૯
જૂન ૨૦૨૦૨૦૮૪૬
જુલાઈ ૨૦૨૦૨૧૧૪૫
આૅગસ્ટ ૨૦૨૦૧૩૨૭૩
સપ્ટેમ્બર ૨૦૨૦૧૬૦૧૮
આૅક્ટોબર ૨૦૨૦૧૫૪૭૬
નવેમ્બર ૨૦૨૦૧૭૧૯૯
ડિસેમ્બર ૨૦૨૦૨૨૯૮૪

કોરોના ટેસ્ટ કરતા 2020 પૂર્ણ થયું. 2020ના અંત સુધીમાં 1,66,451 ટેસ્ટ થઈ ચુક્યા હતા. પરંતુ મહામારી હજુ પણ યથાવત હતી. તેને લઈને સતત કોરોના યોદ્ધાઓ કોરોના લેબમાં કામ કરી રહ્યા હતા.

વર્ષ 2021ની શરૂઆત થઈ. મનમાં થોડી ખુશી પણ થઈ અને લાગ્યું કે પીડાદાયક 2020 ગયું. પરંતુ તે વિચારવું આ યોદ્ધાઓ માટે ખોટું પડ્યું. 2021ની શરૂવાત થીજ કોરોના ટેસ્ટ ની કામગીરી યથાવત રહી જે આજે પણ ચાલુ છે. ત્યારે 2021માં આજદિન સુધીમાં 2 લાખ 17 હજાર જેટલા ટેસ્ટ થઇ ચૂક્યા છે.

કોરોના કહેર હજુ પણ યથાવત છે. વિશ્વમાં મહામારી આવ્યાને એક વર્ષ પૂર્ણ થયું છે તેવામાં હજુ પણ કોરોના કેસ વધવા લાગ્યા છે તેવામાં હવે લોકોએ પોતેજ સાવચેત રહેવાની જરૂર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33