Last Updated on March 13, 2021 by
ભારતમાં એક સમયે કાબુમાં આવેલી ગયેલી કોરોના મહામારી ફરીથી ઉથલો મારી રહી છે, જે સરકાર માટે ચિંતાજનક બાબત છે. દેશમાં શુક્રવારે છેલ્લા ૨૪ કલાકમાં સતત બીજા દિવસે અને ૭૮ દિવસમાં કોરોનાના સૌથી વધુ ૨૩ હજારથી વધુ કેસ નોંધાયા હતા. આ સાથે છ દિવસમાં કોરોનાના એક લાખ કેસ વધી ગયા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. બીજીબાજુ મહારાષ્ટ્રમાં પણ કોરોનાની સ્થિતિ વધુ કથળી રહી છે. કોરોનાના કેસમાં સતત વધારો થવાથી મહારાષ્ટ્ર સરકારે નાગપુર પછી હવે અકોલા અને પરભણીમાં આકરું લોકડાઉન લાગુ કરવાનો તેમજ પૂણેમાં નાઈટ કરફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે.
સતત બીજા દિવસે કોરોનાના નવા ૨૩ હજારથી વધુ કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં ૭૮ દિવસમાં શુક્રવારે એક દિવસમાં કોરોનાના સૌથી વધુ ૨૩,૨૮૫ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા ૧,૧૩,૦૮,૮૪૬ અને એક્ટિવ કેસની સંખ્યા ૧,૯૭,૨૩૭ થઈ છે, જે કોરોનાના કુલ કેસમાં ૧.૭૪ ટકા જેટલા છે. દેશમાં એક દિવસમાં કોરોનાથી ૧૧૭નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૧,૫૮,૩૦૬ થયો છે. જોકે , કોરોનાનો મૃત્યુદર ૧.૪૦ ટકા છે. કોરોનામાંથી ૧,૦૯,૫૩,૩૦૩ દર્દીઓ સાજા થયા છે અને દર્દીઓનો રિકવરી રેટ ૯૬.૮૬ ટકા થયો છે. છેલ્લે ૨૪મી ડિસેમ્બરે ૨૪ કલાકમાં કોરોનાના ૨૪,૭૧૨ કેસ નોંધાયા હતા. દેશમાં છેલ્લા છ દિવસમાં કોરોનાના ૧,૧૬,૭૫૮ કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી ૧,૫૮,૩૦૬ લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૫૨,૬૬૭, તામિલનાડુમાં ૧૨,૫૩૫, કર્ણાટકમાં ૧૨,૩૮૧, દિલ્હીમાં ૧૦,૯૩૪, પશ્ચિમ બંગાળમાં ૧૦,૨૮૬, ઉત્તર પ્રદેશમાં ૮,૭૪૧ અને આંધ્ર પ્રદેશમાં ૭,૧૭૯નો સમાવેશ થાય છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં ગુરુવારે કોરોના માટે ૭,૪૦,૩૪૫ લોકોના સેમ્પલ લેવાયા હતા અને આ સાથે કુલ ૨૨.૪૯ કરોડ લોકોના સેમ્પલ લેવાયા છે.
મહારાષ્ટ્રમાં નાગપુર પછી હવે અકોલા, પરભણીમાં સોમવાર સુધી લોકડાઉન, પૂણેમાં નાઈટ કરફ્યૂ લદાયો
દરમિયાન દેશમાં કોરોનાથી સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં આકરું લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી આશંકા છે. મહારાષ્ટ્રે નાગપુરમાં એક સપ્તાહનું લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. હવે અકોલામાં અને પરભણીમાં સોમવાર સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત પૂણેમાં રાતે ૧૧.૦૦થી સવારે ૬.૦૦ વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ પણ લાદવામાં આવ્યો છે. થાણેમાં પણ ૧૬ હોટસ્પોટ વિસ્તારોમાં ૩૧ માર્ચ સુધી લોકડાઉન લાગુ કરી દેવાયું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સંકેત આપ્યા છે કે કોરોનાના કેસ આવી જ રીતે વધતા રહેશે તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ લોકડાઉન લાગુ કરાશે.
દેશમાં કોરોનાના નવા ૨૩,૮૨૫ કેસમાંથી ૮૫ ટકા કેસ માત્ર છ રાજ્યોમાં છે, જેમાં મહારાષ્ટ્રમાં ૧૪,૩૧૭, કેરળમાં ૨,૧૩૩ જ્યારે પંજાબમાં ૧,૩૦૫ નવા કેસનો સમાવેશ થાય છે. પંજાબમાં પણ સ્થિતિ કથળતાં રાજ્ય સરકારે બધી જ સ્કૂલો ફરીથી બંધ કરી દેવાનો અને આઠ જિલ્લામાં રાત્રી કરફ્યૂ લાદવાનો નિર્ણય લીધો છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31