Last Updated on March 2, 2021 by
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો જળવાયો છે. તાલુકા પંચાયતની બેઠકોમાં 730 જેટલી બેઠકો પર ભાજપની જીત કે આગળ છે. તો તો કોંગ્રેસે પણ 225 બેઠકો પર દબદબો જાળવ્યો છે. આપના ઉમેદવારો ખાતું ખોલાવવામાં સફળ રહ્યા છે. અર્બનમાં તો કોંગ્રેસને ધોબી પછાડ મળી હતી પરંતુ ગ્રામીણમાં કોંગ્રેસને વિશ્વાસ હતો કે તેમને ભાજપ કરતાં વધારે બેઠકો મળશે. પરંતુ હાલમાં પરિણામો સતત ભાજપ તરફી આવી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારો ને મોટી હારનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ વર્ચસ્વ ધરાવતી બેઠકો ઉપર પણ ભાજપે પોતાનું કમળ ખીલવી દીધું છે.
અમદાવાદમાં તાલુકા પંચાયતમાં 14માંથી 12માં ભાજપ તો 2માં કોંગ્રેસનો વિજય
અમદાવાદ જિલ્લામાં યોજાયેલી તાલુકા પંચાયતની બેઠકોમાં 14માંથી 12 બેઠકો ભાજપના ફાળે ગઈ છે. તો 2 બેઠકો કોંગ્રસને મળી છે. અમદાવાદ જિલ્લામાં દસક્રોઈ અને બાવળામાં એક એક બેઠક કોંગ્રેસને મળી છે. બાકીની બેઠકો પર ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.
જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ખાતું ખોલાવવામાં પણ સફળ રહી નથી. તો તાલુકા પંચાયતમાં ખાતા ખોલાવવામાં સફળતા મળી પરંતુ વિરોધ પક્ષમાં બેસવા જેટલી બેઠકો પણ ઘણી પંચાયતોમાં જોવા નહીં મળે.
આખેઆખી પેનલોના સુપડાં સાફ થઈ ગયા
રાજ્યની ઘણી એવી પંચાયતની બેઠકો છે જ્યાં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી. આખેઆખી પેનલોના સુપડાં સાફ થઈ ગયા છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો રકાશ થયો છે. વિજેતા ઉમેદવારો સરઘસો કાઢવા માંડ્યા છે. ત્યારે કોરના સંક્રમણના કાળમાં નિયમોને નેવે મુકીને ભાન ભૂલ્યાના સમાચારો પણ મળ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31